તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તણાવાથી મોત:મહુધા પાસે કેનાલમાં ડાલીના ત્રણ યુવકો તણાયા : 1નું મોત

મહુધા22 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • નડિયાદ ફાયર બ્રિગેડને મોડી રાત્રે યુવકનો મૃતદેહ મળ્યો

બોરસદ તાલુકાના ડાલી ગામે રહેતા વિષ્ણુભાઇ તેમના ભાઇ રાજુભાઇ અને મિત્ર વિનોદ સાથે બાયડના સરસોલી ગામે ભાણીની ખબર કાઢવા માટે જઇ રહ્યા હતા. સવારે 10 નીકળેલા ત્રણેય યુવકો બપોરના એક વાગ્યાના અરસામાં મહુધાના મહિસા- નિઝામપુર રોડ ઉપરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે થાકને કારણે તેઓ કેનાલ પાસે ઉભા રહ્યા હતા. લાંબુ અંતર કાપવાનું હોવાથી ત્રણેય કેનાલમાં હાથ-પગ ધોવા માટે ઉતર્યા હતા. જેમાં રાજુભાઇ અને વિનોદભાઇ હાથ-પગ ધોઇને બહાર આવી ગયા હતા.

જ્યારે વિષ્ણુભાઇએ હાથ-પગ ધોયા બાદ હું તરૂ ? કેનાલમાં ઉતરતી વખતે જ વિષ્ણુભાઇનો પગ લપસતાં તેઓ કેનાલમાં પડ્યા હતા. ભાઇને બચાવવા માટે રાજુભાઇ અને વિનોદભાઇ પણ કેનાલમાં પડ્યા હતા. જોકે, ત્રણેયમાંથી એકપણને તરતાં આવડતું ન હોવાથી તેઓ તણાવા લાગ્યા હતા. આ સમયે સ્થાનિકોએ ત્રણ યુવકોને કેનાલમાં ડૂબતાં જોઇને બચાવ કામગીરી હાથ ધરી, વિનોદભાઇ અને રાજુભાઇને બાદ બહાર ખેંચી લીધા હતા પરંતુ વિષ્ણુભાઇ પાણીના પ્રવાહમાં તણાઇ ગયા હતા. નડિયાદ ફાયર બ્રિગેડને મોડી રાત્રે વિષ્ણુભાઈનો મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો હતો. પોલીસને જાણ કરતાં તે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો