તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારતંત્ર:મહુધા સરકારી કાર્યક્રમોના ખર્ચાનું ચાર લાખનું ચુકવણું બે વર્ષથી બાકી

મહુધા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારી કાર્યક્રમોમાં ફેસીલીટીના નામે કરાતા દેખાડા બાદ બિલ ન ચૂકવાતા રોષ
  • મોંઘવારીના કપરાકાળમાં િબલ તુરંત ચૂકવાય તેવી વેપારીઆલમની માંગ

મહુધા તાલુકામાં યોજાતા સરકારી કાર્યક્રમોમાં ફેસીલીટીના નામે દેખાડા તો કરી નખાય છે, પરંતુ ફેસીલીટી આપનાર વેપારીઓના બિલો ચૂકવવાના આવે ત્યારે તંત્ર સાંકળુ થઈ જાય છે. સરકારી કાર્યક્રમોના આયોજનો માટે ખુરશી, ટેબલ, ગાદલા, મંડપ અને પીવાના પાણીના જગ ભાડે લેવાય છે. જેના કારણે કાર્યક્રમમાં ભાગ લેતા અધિકારીઓથી સામાન્ય નાગરીકોને પ્રાથમિક વ્યવસ્થાઓ પૂરી પાડી શકાય અને કાર્યક્રમોનો ઝગમગાટ પણ જળવાઈ રહે. પરંતુ જે-તે સામાન વેપારીઓ પાસે ભાડેથી લાવ્યા બાદ ભાડુ સમયસર ન ચુકવાતંુ હોવાની બૂમ ઉઠી છે.

પરીણામે વેપારીઓએ બિલો માટે કચેરીના ધરમધક્કા ખાવાની ફરજ પડી રહી છે. મળતી વિગતો મુજબ મિરઝાપુર ગામના એસ.કે.મંડપ અને પીવાના પાણીના જગ ભાંડે આપતા શાકીરભાઇ મલેકનું આશરે ચાર લાખ રૂપિયાનું બિલ 2 વર્ષથી બાકી છે. જેના કારણે વખતોવખત મામલતદાર કચેરીમાં ઉઘરાણી કરવી પડે છે. છતાં પણ નાણાં મળતા નથી. તેમજ આ નાણાં ક્યારે મળશે તે પણ કોઈ ચોક્કસ સમય અને તારીખ પ્રશાસન જણાવતુ નથી. આમ મોંઘવારીના કપરાકાળમાં તંત્ર દ્વારા કરાયેલા આ ખર્ચના બિલો તાત્કાલિક ધોરણે ચૂકવી દેવાય તેવી માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...