તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કરૂણાંતિકા:પુત્ર જન્મની ખુશી ઉજવે તે પહેલા પિતાનું અકસ્માતમાં મોત

મહુધાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક ઈશાન - Divya Bhaskar
મૃતક ઈશાન
  • મહુધા પાસે કાળ બનીને આવેલી લક્ઝરીએ લીલવાના નવયુવાનનો પણ ભોગ લીધો

મહુધા કઠલાલ રોડ પર રામના મુવાડા નજીક કનૈયા હોટલ આગળ ગત સાંજના બાઈક ચાલકને ટક્કર મારી બેના મોત નીપજાવી ફરાર થઇ ગયેલા લક્ઝરી બસ ચાલક વિરુદ્ધ મહુધા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનામાં કરૂણ બાબત એ છે કે મૃત્યુ પામેલા એક યુવકના ઘરે હજુ સવા માસ પહેલા જ પુત્રનો જન્મ થયો હતો. જ્યારે કઠલાલના લીલવા ગામના યુવાનનું પણ દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. આ માર્ગ પર મોટા વાહનો બેફામ દોડી રહ્યા છે પરંતુ પોલીસ અને આરટીઓની નિષ્ક્રિયતાના પગલે આવા વાહનો પર કોઇ અંકુશ આવતો નથી.

પ્રાપ્ત વિગતો મુજબ સોમવારે મોડી સાંજે રામના મુવાડાની આગળ કઠલાલ તરફથી આવતી અજાણી લક્ઝરી ના ચાલકે બે બાઇકને અડફેટે લેતા એક બાઇક ચાલકનું ઘટના સ્થળે જ્યારે બીજાનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ. મરણ જનાર મહુધાનો યુવક ઇશાન આંજણા પટેલ તેના મિત્રની પત્ની અને તેના દીકરાને વડથલ મુકવા જતો હતો. તે દરમ્યાન તેમને અકસ્માત નડ્યો હતો.જેમાં મહિલા અને તેનો નાનો પુત્ર ઉછળીને રોડની સાઇડે પડ્યા હતા. જ્યારે બાઇક ચાલક ઇશાનનું સારવાર દરમિયાન મોત થયું હતું.

પુત્ર જન્મને સવા મહિનો થવાનો એક જ દિવસ બાકી હતો
મૃતક ઇશાનના પિતા મહુધા દૂ.ઉ.સ.મં.માં ચેરમેન છે અને તેમને સંતાનમાં બે પુત્ર હતા. ઇશાને થોડા સમય પહેલા જ ગામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. બન્નેને સંતાનમા 15 જુલાઇના રોજ પુત્રનો જન્મ થયો હતો. ગત રોજ સવા મહિનો પૂરો થતા ઇશાનની પત્ની તેના પુત્રને પિયરથી સાસરે આવી હતી. પરિવાર દ્વારા ઇશાનના પુત્રના જન્મની ખુશીના પેંડા પણ વહેંચવાના બાકી હતા ત્યાં ઇશાનનું મોત થતા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું.

મિત્રના ઘરે જવા નિકળ્યો સાંજે મોતના સમાચાર આવ્યા
કઠલાલના લીલવાના અરવિંદભાઇ ભોઇનો પુત્ર મુકેશ (ઉ.વર્ષ.27) સાંજે 6 વાગ્યે આંત્રોલી મિત્રના ઘરે જવાનુ કહીને નિકળ્યો હતો. જ્યા સાંજના 7ઃ30 વાગ્યાની આસપાસ તેના પિતા પર અકસ્માતમાં તેનું મોત થયું હોવાનો ફોન આવતા પરિવાર શોકમગ્ન બની ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...