અકસ્માત:વડથલ રેલવે ફાટક પર બસે બ્રેક મારતા પાછળ કાર ઘુસી

મહુધા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લક્ઝરીના ડ્રાઈવર સામે ગુનો : કોઇને જાનહાનિ નહીં

શનિવારે વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ વિજાપુરના રવીકુમાર પટેલ કઠલાલથી રાજકોટ જવા નીકળ્યા હતા. ત્યારે પોણા પાંચ વાગ્યાની આસપાસ વડથલ ફાટક પર તેઓની કારની આગળ ચાલતી એક લક્ઝરી બસે બમ્પ આવતા બ્રેક લગાવી હતી. જેની સાથે તેઓએ પોતાની કારને પણ બ્રેક લગાવતા તેઓની કારની પાછળ અન્ય એક કઠલાલ તરફથી લક્ઝરી બસ પૂરપાટ આવી રહી હતી. તેના ડ્રાઇવરે બસ બેફિકરાઇથી હંકારતા તેઓની અલ્ટો કારને પાછળથી ટક્કર મારતા કાર આગળની લક્ઝરી બસને અથડાઇ હતી.

જ્યારે પાછળથી ટક્કર મારનાર બસ રેલવે ફાટકની રેલિંગ સાથે ધડાકાભેર અથડાવી હતી. કારને ટક્કર વાગતા કાર ચાલક પોતાનો કાબુ ગુમાવી બેસતા કાર રોડની બાજુમાં ઉતરી ગઇ હતી. સદનસીબે ગમખ્વાર અકસ્માતમાં કારમાં અમે બસમાં બેઠેલા લોકોને કોઈ હાનિ પહોંચી ન હતી. બસ ડ્રાઇવરને પગમાં ગંભીર ઇજાને પગલે દવાખાને ખસેડાયો હતો. આ અંગે મહુધા પોલીસે રવીકુમારની ફરીયાદના આધારે લક્ઝરી બસના ડ્રાઈવર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...