તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલીમાં વધારો:ડાકોર-અમદાવાદ રોડ બનાવવામાં એજન્સીએ મરામતના નામે વેઠ ઉતારી

મહુધા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુવિધાની જગ્યાએ મુશ્કેલીમાં વધારો કરતા વાહન ચાલકોમા ભારે રોષ

ડાકોર અમદાવાદ રોડ બનાવવામાં વેઠ ઉતારનાર એજન્સીએ મરામતના નામે રોડ પર ઠીંગડા મારવામા પણ વેઠ ઉતારતા વાહન ચાલકોની સુવીધાની જગ્યાએ મુશ્કેલીમાં વધારો કરતા વાહન ચાલકોમા ભારે રોષ જોવા મળ્યો હતો.ડાકોર અમદાવાદ રોડના નવીનીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા સરકારી તિજોરીને ખુલ્લી મુકવામાં આવી હતી.જેથી ડાકોર રણછોડરાયના દર્શનાર્થે પગપાળા અને વાહનો લઈને જતા ભક્તોની સુવિધામાં વધારો કરવામાં આવ્યો હતો.

સાથે સાથે ડાકોર અમદાવાદ રોડ પરના બે થી ત્રણ તાલુકા મથકોની પ્રજાને પણ ઘર આંગણે સારો રોડ મળે. પરંતુ માર્ગ અને મકાન વિભાગની બેદરકારીના પગલે એજન્સી દ્વારા છેલ્લા અઢી વર્ષ ઉપરાંતથી રોડના કામને અધુરુ રાખવામાં આવ્યું હોવાની ફરિયાદો ઉઠી છે.ત્યારે અધુરા રોડમા વેઠ ઉતારનાર એજન્સી દ્વારા રોડને મરમ્મત ના નામે ઠીંગણા મારવામા પણ વેઠ ઉતારી હોવાની વાહન ચાલકો ફરીયાદ કરી રહ્યા છે.તેઓએ વધુમા જણાવ્યુ હતુ કે મહુધાથી ખાત્રજ ચોકડી સુધીના રસ્તામા રીપેરીંગના નામે વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો કરવામાં આવ્યો હતો.

મહેમદાવાદના ધારાસભ્ય અને જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખના ઘર આંગણેથી પસાર થતા કેસરાથી ખાત્રજ ચોકડી સુધીના રસ્તા પર મરમ્મતના નામે જેમતેમ માલ ઠાલવવામાં આવ્યો હોય તેવું સ્પષ્ટ જોવા મળ્યુ હતુ. જેના પગલે નાનાથી મોટા વાહન ચાલકોની સુવિધાની જગ્યાએ મુશ્કેલીમાં વધારો કર્યો હતો. ચોમાસા પહેલા જ મરમ્મતના કામમાં વેઠ ઉતારવીના કારણે વરસાદ પડ્યા બાદ ચાલકોની મુશ્કેલી અકસ્માતમા પરિણમે તો નવાઈ નહિ તેમ ચર્ચાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...