તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાંસ કૌભાંડ:વાંસ પ્રોજેક્ટના આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર

મહુધાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહુધાના ચુણેલમાં 17.63 લાખ રૂપિયાના વાંસ કૌભાંડમાંં 10 ઇસમો સામે ફરિયાદ નોંધાઇ છે

મહુધાના ચુણેલ 17.63 લાખ રૂપિયાના વાંસ પ્રોજેક્ટમા આચરેલ ભ્રષ્ટાચાર મામલે 10 જેટલા જવાબદારો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા છતાં મહુધા પોલીસ આરોપીને પકડવામાં આળસ દાખવતી હોવાની ફરિયાદો ઉઠી છે.

મહુધા તાલુકાના જાગૃત નાગરિકો દ્વારા થોડા સમય અગાઉ ચુણેલ સહિત મીનાવાડા ખાતે તા.પં.મહુધાના કર્મીઓ અને સ્થાનિક પંચાયતના બાબુઓ દ્વારા મનરેગા અને વિકાસના કામોમાં કટકી કરવામાં આવી હોવાની લેખીત રજુઆત કરવામાં આવી હતી. લેખીત રજુઆતના પગલે તત્કાલીન ટીડીઓ કાજલ આંબલીયા દ્વારા મીનાવાડા અને ચુણેલ ખાતે તપાસ હાથ ધરી સમગ્ર અહેવાલ ખેડા જિલ્લા વિકાસ અધિકારીને મોકલવામાં આવ્યો હતો.જિલ્લા કક્ષાએ મોકલવામાં આવેલા અહેવાલમાં કસૂરવારો સામે પોલીસ ફરિયાદ કરવાની પણ તત્કાલીન ટીડીઓ દ્વારા ભલામણ કરવામાં આવી હતી.

ચુણેલના ભ્રષ્ટાચાર મામલે તત્કાલીન ટીડીઓના અહેવાલને થોડા સમય અગાઉ જિલ્લા કક્ષાએથી જવાબદારો સામે કાયદેસરની ફરિયાદ દાખલ કરવાનું ફરમાન જારી કરવામા આવ્યુ હતુ. જેમાં ફક્ત ગ્રામ પંચાયતના બાબુઓ અને તા.પંચાયત મહુધાના નાના કર્મીઓ સામે ફરિયાદ દાખલ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.જેના પગલે મહુધા ટીડીઓ દ્વારા આઇ.આઇ.આર.ડી શાખાના ઇ.ચા.મદદનીશ ટીડીઓ તેજસભાઇ ગઢવીને કટકીબાજો સામે પોલીસ ફરિયાદ કરવા હુકમ કરવામાં આવ્યો હતો.

તત્કાલીન ટીડીઓના સજ્જડ અહેવાલને પગલે આખરે ગત રોજ તાલુકાના વિસ્તરણ અધિકારી દ્વારા જે તે સમયના ટીડીઓ અને ઇજનેરને બચાવી 10 જેટલા જવાબદારો સામે પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી.

જોબ કાર્ડ FSLમાં મોકલી એવીડન્સ ઊભા કરાશે
મહુધા પીઆઇ એ.વી. પરમારને પૂછતા તેમણે જણાવ્યુ હતુ કે, તમામ તપાસ ડોક્યુમેન્ટ બેઝ પર છે. જોબ કાર્ડ મેળવી એફ.એસ.એલ.માં મોકલી ફોરેન્સિક એવીડન્સ ઊભા કરીશુ. હાલ બધાના સ્ટેટમેન્ટ લેવામાં આવશે તેમ જણાવ્યુ હતુ. તેમજ તમામ તપાસ કરતા તત્કાલીન ટીડીઓ કાજલબેન આંબલીયાની પણ પુછપરછ કરવામાં આવશે.કેમ કે તેઓની ઇન્ક્વાયરી પર ના જવાય, એ તો પોલીટીકલ બેઝ પર પણ હોઇ શકે એમની ઇન્ક્વાયરી. અમારે સ્વતંત્ર એજન્સી તરીકે તપાસ કરાશે.

કૌભાંડમાં સામેલ વિક્રમસિંહની વિવાદીત પોસ્ટ
કૌભાંડમાં સામેલ વિક્રમસિહ રાઓલજી જે તે સમયના તાલુકા પંચાયત પ્રમુખ પર સોશિયલ મીડિયાના માધ્યમથી ફેસબુક પર કટાક્ષ કરતા લખ્યું હતું કે, તે સમયનો એટલો તો કેટલો “નબળો તાલુકા પંચાયતનો પ્રમુખ હશે કે એની આંખો નીચે બે વર્ષ સુધી કૌભાંડ થયું છતાં એને ખબર ના પડી? કે પછી... મીલીભગત? પોસ્ટ લખીને અંતે ચુણેલ વાંસ પ્રોજેક્ટ લખ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...