તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:મહુધા મામલતદારની કચેરીમા ગેરહાજરીથી અરજદારો અટવાયા

મહુધાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાયબ મામલતદાર પણ કોઇ જવાબ આપવા તૈયાર નથી

મહુધા મામલતદારની અનિયમિતતાથી થોડા દિવસ અગાઉ જાગૃત નાગરીક દ્વારા મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઇનમા લેખીત રજુઆત કરવામા આવી હતી. પરંતુ પ્રાંત અધિકારી અને મુખ્ય મામલતદારની ગેરહાજરીમા કચેરીનુ કામકાજ સંભાળી લેતા ભાર્ગવ ઠક્કરની રહેમ નજર હેઠળ વધુ એક વખત અરજદારોને કચેરીના ધક્કા ખાવાની વારી આવી છે.

અગાઉ જાગૃત નાગરીકે મામલતદાર એમબીબીએસ હોવાથી અમદાવાદ પોતાના ખાનગી દવાખાને પ્રેક્ટીસ કરતા હોવાના ગંભીર આક્ષેપો સાથે જાગૃત નાગરીક દ્વારા મુખ્યમંત્રી સ્વાગત ઓન લાઇન કાર્યક્રમમા લેખીત રજુઆત કરી હતી. અને એમ પણ કહેવાય છે કે તેઓની ગેરહાજરીમા કચેરીનો વહિવટ સંભાળી લેતા કર્મી દ્વારા જાગૃત નાગરીકને લોભામણી વાતો કરી ભુલથી અરજી કરાઇ હોવાનુ લખવા દબાણ કરવામા આવ્યુ હતુ. ત્યારે હાલ છેલ્લા ત્રણ દિવસથી વિવિધ દાખલા લેવા અરજદારોને કચેરીના આંટાફેરા ખાવાની વારી આવી છે.

અન્ય સમાચારો પણ છે...