તંત્રને હાલાકી:વસોમાં ગ્રામ પંચાયતના સફાઈ કામદારો પગાર વધારા મુદ્દે 3 દિ’થી હડતાળ પર

મહુધા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સફાઈ કામગીરી ઠપ્પ થતાં નગરમાં ગંદકીના ઢગલા ખડકાયા

વસો ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતાં સફાઈ કામદારો પગાર વધારાની માંગણી સાથે શુક્રવારથી હડતાળ પર ઉતર્યા છે. જેના કારણે સફાઈ કામગીરી ઠપ્પ થતા નગરમાં ગંદકીના ઢગલા થવા પામ્યા છે. છેલ્લા કેટલાંક સમયથી 30 જેટલા સફાઈ કામદારો સફાઈ કામગીરી કરી રહ્યાં છે. જેમને દૈનિક ફક્ત 200 રૂપિયા મહેનતાણું અપાતું હોવાથી તેમણે ગ્રામ પંચાયતમાં પગાર વધારાની માગણી અંગે રજૂઆત કરી છે.

જેના પગલે સફાઈકર્મીઓએ હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી. 1 ઓકટોબરથી વસો ગ્રામ પંચાયતના 30 સફાઈકર્મીઓ હડતાળ પર ઉતર્યા અને તેમણે સફાઈ કામગીરી બંધ કરી દીધી છે. તેમની માગ છે કે, સફાઈકર્મીઓનો પગાર વધારવામાં આવે. સાથે જ પગાર સ્લીપ તેમજ અન્ય મળવાપાત્ર લાભ પણ આપવામાં આવે.

આમ, વસોમાં સફાઈકર્મીઓ પોતાની પડતર પ્રશ્નોને લઈ અડગ છે. ત્યારે આગામી દિવસોમાં યોજાનાર ગ્રામ પંચાયતની સભામાં સફાઈકર્મીઓની માંગણીઓ અંગેના મુદ્દા રજૂ કરાશે. જેની પર ચર્ચા-વિચારણા કર્યા બાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેમ ડેપ્યુટી સરપંચ દિગંતભાઇ વ્યાસે જણાવ્યું હતુ. હવે જોવાનું રહેશે કે, તંત્ર સફાઈકર્મીઓને તેમનો હક આપે છે કે કેમ?

અન્ય સમાચારો પણ છે...