માંગ:કઠલાલ-વડોદરા બસના સમયમાં ફેરફાર થતા મુસાફરોની રજૂઆત

મહુધાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડેપો મેનેજરની આડોડાઇથી અનેક મુસાફરો ખાનગી વાહનોમાં જવા મજબુર

મહુધા એસટી ડેપો મેનેજર દ્વારા મનસ્વી રીતે 10 વર્ષ ઉપરાંતના સમયગાળાથી ચાલતા બસ રૂટના સમયમાં ફેરફાર કરાતા મહુધા પંથકમાંથી અન્ય શહેરમાં નોકરી અને ભણતર માટે જતા મુસાફરોને અચાનક બસ રૂટના સમયમાં ફેરફાર થતાં ભારે હાલકી વેઠવાની વારી આવી હતી. મહુધા ડેપો મેનેજર દ્વારા છેલ્લા ઘણા સમયથી કઠલાલ વડોદરા દોડતી બસના રૂટમાં અચાનક ફેરફાર કરતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા.

જેથી સમયસર નોકરી પહોંચવા માટે ખાનગી વાહનનો સહારો લેવાની ફરજ પડી હતી. જેથી મહુધા મોટી ખડોલના કૌશીક પટેલ સહિતના મુસાફરોએ અગાઉના સમય કરતા એક કલાક મોડી આવતી કઠલાલ વડોદરા બસનો સમયમાં ફેરફાર કરવા લેખિત રજુઆત કરી હતી.અને તેમાં દસ જેટલાં મુસાફરો દ્વારા કરાયેલી લેખિત રજૂઆતમાં આત્મવિલોપન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

ત્યારે મહુધા ડેપો મેનેજર દ્વારા કઠલાલ વડોદરા બસનો રૂટ જુના સમય પ્રમાણે કરવાની જગ્યાએ લેખિત રજૂઆત કરનાર અરજદારને આત્મવિલોપન મામલે પોલીસ મથક પહોંચાડવામાં આવતા મુસાફરોમાં ભારે રોષ ફેલાયો હતો. સમગ્ર મામલે મહુધા એસટીડેપો મેનેજરને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે થોડા સમય બાદ રાબેતા મુજબનો સમય કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...