ગેરકાયદેસર:મહિસાના સરપંચને સત્તા પરથી દુર કરવા TDO દ્વારા DDOને ભલામણ

મહુધા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ તળાવો વગર પરવાનગીએ ભાડે આપી દીધા હતાં

મહુધાના મહિસા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ગામના ત્રણ તળાવોને ગેરકાયદેસર રીતે ભાડે આપી પંચાયતને આર્થીક નુક્શાન કર્યાના આક્ષેપો કરવામા આવ્યા હતા.જે મામલે ટીડીઓ દ્વારા જાત તપાસ વિસ્તરણ અધિકારીને સમગ્ર મામલે વિસ્તરણ અધિકારીને આરોપો અને પુરાવાઓ એક્ત્રીત કરવાની કામગીરી દોપવામા આવી હતી.જેમા સરપંચ દ્વારા ખોભોડ તળાવ કઠલાલના ભાનેર ગામના વિનોદભાઇ તળપદાને વાર્ષીક ૧૧ હજારમા ભાડા પટે આપવામા આવેલ,અને ડોભાઇ તળાવ પેટે કોઇ રકમ મળી ન હતી.જ્યારે મર્મસાગર તળાવ ભાડે આપવા પેટે સ્થાનીક સંજયભાઇ પટેલે ૧.૫૦ લાખ રુપીયા તળાવ ભાડે રાખનાર પાસેથી લીધા હતા.

હરાજી કર્યા વિના ભાડા પટ્ટે આપી સત્તાનો દુરુપીયોગ કર્યો હોવાનુ સામે આવ્યુ

જેમાથી સંજય પટેલ દ્વારા સરપંચને ફક્ત ૬૦ હજાર રુપીયા આપ્યા હતા.આમ સમગ્ર મામલે સરપંચ દ્વારા ગ્રામ પંચાયતને આર્થીક નુક્શાન તથા ગામના ત્રણ તળાવો બીન પરવાનગીથી જાહેર હરાજી કર્યા વિના ભાડા પટ્ટે આપી સત્તાનો દુરુપીયોગ કર્યો હોવાનુ સામે આવ્યુ હતુ.જેને લઇ મહુધા ટીડીઓ દ્વારા મહિસા સરપંચ પ્રવીણભાઇને સરપંચ પદેથી દુર કરવા ડીડીઓને ભલામણ કરાઇ હતી.જેમા સ્પષ્ટ જણાવાયુ હતુ કે સરપંચ દ્વારા મહિસા ગ્રામ પંચાયતને નાણાકીય નુક્શાન કરવામા આવ્યુ છે.અને સમગ્ર મામલે સરપંચ જવાબદાર હોવાનુ ફલીત થતા સરપંચને હોદ્દા પરથી દુર કરવા ભલામણ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...