પંચાયતની બેદરકારી:હજાતીયામા મંદિર પાસે વરસાદી પાણી ભરાતાં સ્થાનિકોમાં આક્રોશ

મહુધા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પંચાયતની બેદરકારીના પગલે પાણી ભરાતું હોવાનો આક્ષેપ

મહુધાના છેવાડાના ગામોમાં તાલુકા પંચાયતના પદાધિકારીઓ અને કર્મીઓના પ્રતાપે પાયાંની સુવીધાની ઉણપ જોવા મળી રહી છે. છેવાડાના ગામોમાં પદાધિકારીઓ ચૂંટણી ટાણે જયારે સરકારી બાબુઓ નાના મોટા કાર્યક્રમોની જાહેરાત ટાણે જ ફરકતા હોય છે. જેના પગલે એવા ગામોમાં વિકાસ રૂંધાઈ જાય છે. એટલું જ નહીં પરંતુ નાના અને છેવાડાના ગામના સરપંચોની રજૂઆતો પણ પદાધિકારીઓ અને કર્મીઓ કાને લેતા નથી. ત્યારે આવી પંચાયતના સરપંચને વસ્તીના ધોરણે મળતી નાણાં પંચની ગ્રાન્ટથી કામ ચલાવવાની વારી આવે છે.

આવી જ પરિસ્થિતિ મહુધાના હજાતિયા ગ્રામ પંચાયતની બની છે. છેલ્લી ત્રણ ટર્મથી સમરસ બનાતી હજાતિયા ગ્રામ પંચાયતના સરપંચને ગામના વિકાસ માટે વારંવર રાજકીય નેતાઓ તાલુકા પંચાયતના પદાધિકારીઓના સરણે જવું પડે છે. તેમ છતાં રાજકીય નેતાઓ દ્વારા તેઓને હાથતાળી આપી રવાના કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...