મહુધાનમાં પાંચ ઈસમોએ ભેગા મળી સુરતના વેપારીને સસ્તા ભાવે સોનુ આપવાની લાલચ આપી સાડા દસ લાખ રૂપિયાની છેતરપિંડી કરવા મામલે મહુધા પોલીસે સાસ્તાપુરથી એક ઈસમને ઝડપી પાડ્યો છે. નડિયાદના ચલાલી ગામ બાદ હવે મહુધા છેતરપિંડી બાજો માટે એપી સેન્ટર બની ગયુ છે. છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં છેતરપિંડીના અનેક કિસ્સા સામે આવ્યા છે. સુરતના વિશ્વંભર ગૌતમભાઈ ઝરીવાલાને સુરત અને સાસ્તાપુર પાંચ ઈસમોએ સસ્તું સોનુ આપવાની લાલચ આપી ગત ઓગષ્ટ માસમાં 10.50 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. જે મામલે વિશ્વંભર ઝારીવાલાએ પાંચ ઈસમો વિરુદ્ધ ગત મહિને ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે મહુધા પોલીસે પાંચ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ફરીયાદ નોંધાયા બાદ પાંચેય આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. પરંતુ ગત રોજ મહુધા પોલીસને બાતમી મળતા પાંચમાંથી એક આરોપી સિરાજ પોતાના ઘરે સાસ્તાપુર ખાતે આવનાર હતો. જેના પગલે પોલીસે વોચ ગોઠવી સિરાજ મલેકને તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો. આરોપીને કૉર્ટમાં રજૂ કરતા 2 દિવસના રીમાન્ડ મંજૂર તયા છે. જ્યારે બીજીતરફ તેના અન્ય ચાર સાગરીતો હજી પણ પોલીસ પકડથી દૂર છે. ત્યારે પોલીસ રીમાન્ડમાં સાગરીતોની હયાતી અને અન્ય ચોરીના કિસ્સાઓ અંગે ભેદ ઉકલે તેવી શક્યતાઓ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.