તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડુતોમાં રોષ:મહીસા-અલીણા રોડ પર અજાણ્યા ઇસમો જ્વલંત પ્રવાહી ઠાલવી પલાયન

મહુધાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જ્વલંત પ્રવાહીથી આસપાસના ઝાડી ઝાંખરા બળીને ખાખ

ખેડા પોલીસે કેનાલમાં કેમિકલ ઠાલવતા ઈસમો વિરૂધ્ધ ગાળીયો કસતા આ ઈસમો હવે જિલ્લાના અન્ય વિસ્તારોમાં કેમિકલનો નિકાલ કરી રહ્યા હોવાની ચોકાવનારી ઘટના બહાર આવી છે. મહુધાના મહીસા-અલીણા રોડની બાજુમાં અજાણ્યા ઇસમો રાત્રીના અંધકારમાં લાભ લઇ જ્વલંત પ્રવાહી ઠાલવી પલાયન થઈ ગયા છે. આ જ્વલંત પ્રવાસીને કારણે આસપાસના ઝાડી-ઝાખરા બળીને ખાક થઇ ગયા છે. ઉપરાંત આ જ્વલંત પ્રવાહી નજીકના તળાવ મા ભળતા ઢોર ચરાવવા નીકળતા પશુપાલકો અને ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે.

સ્થાનિક પશુપાલકોની જણાવ્યાં પ્રમાણે ગત રોજ મહીસા-અલીણા રોડ પર આવેલ ઢેઢી તલાવડી પર ગોપાલકો પોતાના પશુ લઇને પાણી પીવડાવવા ગયા ત્યારે સમગ્ર નજારો જોઈ ચમકી ઉઠ્યા હતા. રોડ પરથી કોઇ અજાણ્યા ઇસમોએ જ્વલંત પ્રવાહી ટેન્કર દ્વારા ઠાલવી દીદુ હતુ. તે પ્રવાહી એટલુ જ્વલંત હતુ કે તેના વહેણ માં આવેલ ઝાડી-ઝાંખરા પણ બળીને ખાખ થઇ ગયા હતા. આ જ્વલંત પ્રવાહી વહીને નજીકની ઢેઢી તલાવડીમાં ભળી ગયું હતું. જેના કારણે આસપાસના ગોપાલકો પોતાના પશુઓને આ વિસ્તાર તરફ ચરાવવા જતા સંકોચ અનુભવી રહ્યા છે.

જ્યારે બીજી તરફ આસપાસના ખેડૂતો પણ સિંચાઈ અને ઓછા વરસાદને પગલે પોતાના પાકને પાણી પુરુ પાડવા ઢેઢી તલાવડીનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ હાલ આસપાસના ખેડૂતો પણ આ તલાવડીના પાણી પોતાના પાક માટે લેવાનું ટાળી રહ્યા છે. પોલીસ રાત્રીના અંધકારમાં લાભ ઉઠાવતા તત્વો પર અંકુશ મેળવે તેવી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...