હુકુમ:10 વર્ષિય બાળકી પર દુષ્કર્મ કરનાર આધેડના જામીન નડિયાદ કૉર્ટે ફગાવ્યા

મહુધા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

મહુધામાં 12 દિવસ પહેલા 10 વર્ષિય બાળકી પર દુષ્કર્મ ગુજારનાર આધેડે કૉર્ટ સમક્ષ જામીન મેળવવા અરજી કરી હતી. જેની સુનવણીમાં કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપીના જામીન નામંજૂર કર્યા છે. ગત 11 નવેમ્બરના રોજ આરોપી કરીમભાઈએ બકરા ચરાવતી 10 વર્ષિય બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. આ ઘટનાની જાણ થતાં બાળકીના પિતાએ આરોપી કરીમભાઈ વિરુદ્ધ મહુધા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી હતી. પોલીસ તપાસમાં આરોપી ગુનેગાર સાબિત થતાં તેને બિલોદરા જેલભેગો કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...