ગ્રાહકોમાં ભારે ફફડાટ:મહુધા બેન્ક ઓફ બરોડાનો સ્ટાફ કોરોના પોઝિટિવ આવતા બેન્કનું શટર ડાઉન થયું

મહુધા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગામડેથી આવતા અનેક ગ્રાહકોને ફોગટ ફેરો : લાખ્ખોના વ્યવહારો અટવાયા

મહુધા બેન્ક ઓફ બરોડાના બે કર્મીઓ કોરોના પોઝિટિવ આવતા મેનેજર દ્વારા કોઈ ગાઇડલાઇન વિના બેન્કનું કામકાજ અટકાવી શટર પાડી દેતા બેન્કના અનેક ગ્રાહકોને ફોગટ ફેરો ખાવાનો વારો આવ્યો હતો. મહુધા આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી સરકારી કચેરી સહીત ખાનગી સંસ્થાઓ કોવીડ-19ના રેપિડ ટેસ્ટની કામગીરી હાથ ધરી છે.

સોમવારે મહુધા આરોગ્ય કર્મીઓ દ્વારા નગરની બેન્ક ઓફ બરોડાના કર્મીઓનો રેપિડ ટેસ્ટ કર્યો હતો.જેમાં બેન્કના પટાવાળા, કેશીયરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.જેના પગલે હાજર અન્ય કર્મીઓ સહિત ગ્રાહકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.બેન્ક કર્મીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બેન્ક મેનેજર દ્વારા તાબાડતોબ બેન્કનું શટર પાડી સ્ટાફ પોઝિટિવ હોવાથી બ્રાન્ચની હાલ પૂરતી સેવા બંધ કરાઈ હોવાનું બોર્ડ મૂકી દેવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...