તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂંટણી:મહુધા APMCની ચૂંટણી જાહેર 15 નવે. મતદાન 16મીએ પરિણામ જાહેર થશે

મહુધા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહુધા APMC અસ્તિત્વમાં આવ્યા બાદથી અત્યાર સુધી કોંગ્રેસ જીતી નથી

મહુધા એપીએમસીની ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવા અને પરત ખેંચવા સહિત ચકાસણી તેમજ મતદાન અને પરિણામની તારીખ જાહેર કરતા ઉમેદવારી નોંધાવતા પહેલા પેનલો બનાવાનો પંથકમાં સિલસિલો શરૂ છે.

મહુધા એપીએમસીનુ નડીયાદ માથી વર્ષ 2006માં વિભાજન કરવામા આવ્યુ હતુ.જેની પ્રથમ ચુટણી 2008મા યોજાઇ હતી.જેમાં હાલના ભાજપના તાલુકા સંગઠન પ્રમુખ નિલેશ પટેલ ચેરમેન પદે એક વોટ પર વિજય મેળવ્યો હતો. ત્યારથી અત્યાર સુધી ફક્ત નિલેશ પટેલ દ્વારા જ ચેરમેન પદની બાજી મારવામા આવી છે.મહુધા એપીએમસી અસ્તિત્વમાં આવ્યા બાદથી અત્યાર સુધી કોંગ્રેસની ચાંચ ડુબી નથી.હાલ ફક્ત બે વિભાગમાં ચૂંટણી યોજાનાર છે. જેમાં ખેડુત વિભાગની 8 મંડળીના કુલ 136 મતદારો 10 ઉમેદવારને પોતાનો મત આપશે.જ્યારે ખરીદ વેચાણ મંડળી વિભાગની 4 મંડળીઓના 59 મતદારો ફક્ત બે ઉમેદવારને મત આપશે.

મહુધા એપીએમસી અસ્તીત્વમા આવ્યા બાદ 8 વર્ષ સુધી પાલિકા હસ્તકની મીલકતમા બેસવાની વારી આવી હતી.પરંતુ 2014 બાદ મહુધા બાવીસ ગામ પાટીદાર સમાજની વાડીની બાજુમાં એપીએમસીએ કરોડોના ખર્ચે પોતાની સ્વતંત્ર બિલ્ડીંગ ઉભી કરી હતી.જેમા દુકાનો અને કર્મીઓની ઓફિસ સહિત મોટાભાગના ગોડાઉન પણ તૈયાર થઈ ગયા છે. પરંતુ હજી સુધી તેનું લોકાર્પણ સુધ્ધા કરાયું નથી.હાલ “ડ” વર્ગમાં આવતી મહુધા એપીએમસીની ચૂંટણીની જાહેરાત ગાંધીનગર દ્વારા કરવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...