હાશકારો:ચુણેલ ગામે આતંક મચાવનાર કપિરાજ આખરે પાંજરે પુરાયો

મહુધા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ દિવસમાં કપિરાજે 20 રહીશોને ઘાયલ કર્યા હતા

ચુણેલમાં છેલ્લા ત્રણ દિવસથી કપીરાંજે ઉધમ મચાવી હતી.ગ્રામજાનોના જણાવ્યા પ્રમાણે કપીરાજે છેલ્લા ત્રણ દિવસમાં 20 ઉપરાંત ગ્રામજનોને વત્તા ઓછા પ્રમાણમાં શારીરિક નુકશાન પહોંચાડી ઘાયલ કર્યા હતા.જેના પગલે ગ્રામજનોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું.છેલ્લા ત્રણ દિવસથી ગ્રામજનો અને મહુધા વન વિભાગના કર્મીઓ કપિરાજને પાંજરે પુરવા તનતોડ મહેનત કરી રહ્યા હતા.પરંતુ તેમ છતાં કપિરાજ હાથ તાળી આપી રફુચક્કર થઈ જતો હતો.જયારે બીજી તરફ વૃધ્ધો અને મહિલાઓ સહીત નાના બાળકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું.

ગત શુક્રવારની નમતી સાંજ બાદથી મહુધા વન વિભાગ દ્વારા કપિરાજને પકડવા પાંજરું ગોઠવી દેવાયું હતું. ત્યારે ગ્રામજનોએ કપિરાજને પાંજરે પુરવા આખી રાત વિતાવી હતી.પરંતુ સફળતા મળી ન હતી.જેથી ગત રાત્રીના મહુધા વન વિભાગના કર્મીઓ અને દયા ફાઉન્ડેશનના માણસોએ પણ શનિવારની રાત્રી ચુણેલમાં ગાળી હતી.છેલ્લા ત્રણ દિવસથી ઉધમ મચાવતા કપિરાજને પાંજરામાં મુકેલ ખોરાક સિવાય અન્ય કોઈ જગ્યાએથી ઢંગ નો ખોરાક મળ્યો ન હતો.અને આખરે રવિવારની સવારના 9 વાગ્યાની આસપાસ પાંજરામ બિસ્કિટ સહિત વિવિધ ફળને જોઈ કપિરાજ લલચાઈ જતા પાંજરે પુરાવાની વારી આવી હતી.

ચુણેલમાં કપિરાજ પાંજરે પુરાયાની વાત સમગ્ર ગામમાં વાયુ વેગે પ્રસરતા નજીકથી જોવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા.જયારે બીજી તરફ વહેલી સવારથી પાંજરે પુરાયા પહેલા એક મહિલા સહીત ત્રણ લોકોને કપિરાજે ઘાયલ કરી દીધા હતા.આખરે પાંજરે પુરાયેલા કપિરાજને વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓના દવાખાને ખસેડવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...