તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:ખુંટજમાં કાંસ પરના દબાણો દૂર કરવા સ્થાનિકો દ્વારા રજૂઆત કરાઇ

મહુધા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દબાણ હટાવવા બે વખત આપેલ લેખિત સૂચના તા.પં.ના બાબુઓ ઘોળી પી-ગયા

મહુધાના ખુંટજ ગામે વરસાદી પાણીના નિકાલ માટેના કાંસ પર કેટલાક સ્થાનિકો દ્વારા દબાણ કરતા ચોમાસાના પાણીનો નિકાલ થતો અટકી જતા સ્થાનિક દ્વારા ગ્રામ પંચાયત સહિત જિલ્લા કક્ષાએ છેલ્લા 11 વર્ષથી દબાણ હટાવવા લેખિત તથા મૌખિક રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો કર્યા હતા.

ખુંટજના ગુલામનબી મલેકે જણાવ્યુ હતુ કે ખાતે પ્રાથમિક શાળાથી ગામ તરફ જવાના મુખ્ય માર્ગને અડીને આવેલા કાંસ પર કેટલાક ઇસમો દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે.વરસાદી પાણીના નિકાલ માટે કાંસ પર નું દબાણ અવરોધ રૂપ બને છે.જેથી પ્રાથમિક શાળાની બાજુમાં અને ગામની ભાગોળે દબાણને પગલે વરસાદી પાણીનો સમયસર નિકાલ થતો નથી.

જેના પગલે કેટલાક દિવસો સુધી એક જ જગ્યાએ અટકી જતા વરસાદી પાણીથી ગામમાં રોગચાળો વકરવાની ભીતિ સેવાઈ છે.આ મામલે ગુલામનબી કરીમભાઇ મલેકે વર્ષ 2009 થી અત્યાર સુધી ગ્રામ પંચાયત અને તાલુકા સહિત જિલ્લા કક્ષાએ અનેક વખત કાંસ પરના દબાણ હટાવવા લેખિત તથા મૌખિક રજુઆત કરવામાં આવી છે.

પરંતુ વહીવટી તંત્ર દ્વારા કાંસ પર નું દબાણ હટાવવા માં રસ દાખવતા નથી.તેમજ ગત માર્ચ અને જુન મહિનામા જિલ્લા પંચાયત દ્વારા મહુધા ટીડીઓ બે વખત બાંધકામ દુર કરવા યોગ્ય કાર્યવાહી કરવા પત્ર મોકલી જણાવ્યુ છે.પરંતુ તાલુકા કક્ષાએ થી પણ જિલ્લા પંચાયતની બબ્બે વખત લેખિત સૂચનાઓને ઘોળીને પી જવામાં આવી હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે.ત્યારે દબાણ મામલે આગામી દિવસોમાં ગાંધી ચીંધ્યા માર્ગે જવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...