મહુધાના વડથલના વકીલના કુવા વિસ્તારમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બનાવાયેલ હેડપંપ છેલ્લા ચાર માસથી બંધ પડી રહેતા આસપાસના રહીશોને પાણી માટે આમતેમ વલખા મારવાની વારી આવી છે. પંથકમાં મોટા ભાગના સીમ વિસ્તરોમાં હેડપંપ બંધ પડ્યા હોવાની ફરિયાદો ઉઠી છે.
સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે એક વર્ષ પહેલા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી હેડપંપ મુકાતા વકીલના કુવા વિસ્તારમાં આશરે 50 જેટલાં પરિવારોને ઘરવપરાશ માટેના પાણીની સુવિધા મળી હતી. પરંતુ હેડપંપ લગાવ્યાના છ માસ બાદ જ બંધ પડી ગયો હતો.
જેથી સ્થાનિકોએ ગ્રામ પંચાયત સહીત તાલુકા પંચાયતના બાબુઓને હેડપંપ રીપેરીંગ કરાવી પુનઃ ચાલુ કરાવવા રજૂઆત કરી હતી. પરંતુ જવાબદારો દ્વારા કઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. અને આખરે સ્થાનિકોએ સ્વ ખર્ચે હેડપંપની મારામત કરાવી ચાલુ કર્યો હતો. પરંતુ તે ફરીથી બંધ થઈજતા ભર ઉનાળે સ્થાનિકોને પાણીની સમસ્યા ઉભી થઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.