તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટોક ઓફ ધ ટાઉન:મહુધામાં કોરોનાની રસી ન લેનારા રીક્ષાચાલક વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ થઈ

મહુધા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રિક્ષાચાલકની તસવીર - Divya Bhaskar
રિક્ષાચાલકની તસવીર
  • ખેડામાં પ્રથમ ફરીયાદ છે જેમાં રસી લીધી છે કે કેમ? તેની તપાસનો ઉલ્લેખ ફરીયાદમાં કરાયો
  • જિલ્લામાં હવે રસી ન લેનારા લોકો સામે એક્શન લેવાશે કે કેમ? તે મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો

ખેડા જિલ્લામાં રસી ન લેનારા લોકો સામે ફરીયાદ દાખલ કર્યાની ઘટના સામે આવી છે. મહુધામાં રીક્ષામાં વધુ પેસેન્જર બેસાડી જાહેરનામાનો ભંગ કરતા ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે. જેમાં ડ્રાઈવરે રસી પણ ન લીધી હોવાનું નોંધ્યુ છે.પ્રાપ્ત થતી વિગતો મુજબ મહુધા પોલીસ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન મહુધા નગરપાલિકા નજીક પહોંચ્યા હતા. જ્યાં રીક્ષાના ચાલકે પોતાની રીક્ષામાં પેસેન્જરોની ભીડ એકઠી કરી હતી અને માસ્ક લગાવ્યા વગર તેમજ સોશિયલ ડિસ્ટન્સ ન જળવાઈ તે રીતે પેસેન્જર બેસાડ્યા હોવાનું જોયુ હતુ.

જેથી રીક્ષાચાલકની પૂછપરછ કરતા તેનું નામ દિનેશભાઈ બારૈયા (ઉં. 35, રહે. રૂપપુરા, મહુધા) હોવાનું જણાવ્યુ હતુ. દિનેશભાઈએ રસીનો ડોઝ લીધો ન હોવાનું માલુમ પડ્યુ હતુ. તેમજ રસીકરણનું પ્રમાણપત્ર પણ રજૂ કર્યુ ન હતુ. જેથી પોલીસે તેની વિરુદ્ધ ફરીયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ખેડામાં જાહેરનામાની આ પ્રથમ ફરીયાદ છે, જેમાં ચાલકે રસી લીધી છે કે કેમ? તેની તપાસ કરી, રસી ન લીધી હોવાનો ઉલ્લેખ પણ ફરીયાદમાં કરાયો છે. એટલે જિલ્લામાં હવે રસી ન લેનારા લોકો સામે એક્શન લેવાશે કે કેમ? તે મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...