તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:ગ્રામ પંચાયતના સભ્યોની જાણ બહાર કામોમાં ફેરફાર કરતા હોબાળો

મહુધા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચુણેલ પં.ના સભ્યોની તા.પં.પ્રમુખ અને TDOને રજુઆત

મહુધાના ચુણેલમા 14મા નાણાપંચમા અગાઉ વર્ક ઓડર આપેલા અને પ્રગતિમાં હોય એવા કામોના ગ્રામ પંચાયત દ્વારા ત્રણ સભ્યોને વિશ્વાશમાં લીધા વિના ફેરફાર કરી નવા કામોની વહીવટી મેળવ્યા વગર એડવાન્સ કામ ચાલુ કરવામાં આવતા મહુધા તા.પં.પ્રમુખ અને તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરવામાં આવી હતી.

ચુણેલ ગ્રામ પંચાયતના ત્રણ સભ્યો દ્વારા સરપંચ તલાટી દ્વારા સભ્યોને વિશ્વાસમા લીધા કામોમા ફેરફાર કરતા ભારે હોબાળો મચ્યો છે. પંચાયતના ત્રણ સભ્યોએ સમગ્ર મામલે 6 જુનના રોજ તા.પં.પ્રમુખ અને ટીડીઓને લેખિત રજૂઆત કરી સત્વરે તપાસ કરી ઘટતું કરવા લેખીતમા વિનંતી કરવામાં આવી હતી. સભ્યોએ લેખીત રજુઆતમાં એવો પણ આક્ષેપ કર્યો હતો કે સરપંચ તલાટી દ્વારા અમુક વિસ્તારને વિકાસથી વંચિત રાખવાના પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

સમગ્ર મામલે મહુધા તાલુકા વિકાસ અધિકારી જબુકા કોટડીયાના પૂછતા તેમણે જણાવ્યુ હતુ કે સભ્યોની રજૂઆતને પગલે તલાટીને સૂચના આપી એડવાન્સ કામ અટકાવી દેવાયું છે.અને અરજીના અનુસંધાને તલાટી પાસે અહેવાલ માંગવામાં આવ્યો છે.ત્યારબાદ સમગ્ર મામલે નિર્ણય લેવાશે તેમ જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...