તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:ગુજરાત યુનિવર્સિટીના 69 પદવીદાનમાં વાસણાની છાત્રાને સુવર્ણ ચંદ્રક

મહુધા9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • દિકરીઓના સપના પુરા કરવા માતાએ કમર કસી

મહુધાના વાસણા ગામની દિકરી કું.મેઘા સંજયભાઇ પંચાલને ગુજરાતી વિષય પર એમ.એ મા ગુજરાત યુનિવર્સિટીના 69 મા વાર્ષિક પદવીદાન સમારોહમા સુવર્ણચંદ્રકથી સન્માનીત કરતા વાસણા સહિત સમગ્ર પંથકનુ નામ ગૌરવ વધાર્યુ હતુ.મેઘાને મળેલ સુવર્ણચંદ્રક મળવા પાછળની મહેનતનુ શ્રેય તેણીની માતા રેશમાબેન પંચાલને જાય છે. રેશ્માબેન પંચાલે જણાવ્યુ હતુ કે મેઘા ચાર વર્ષની હતી ત્યારે તેના પિતાનુ અકસ્માત બાદથી તેઓએ ગામમા ટ્યુશન ક્લાસ ચલાવી મોટી દિકરી મેઘા અને નાની અમીનુ પાલન પોષણ કર્યુ હતુ.

પિતા સંજયભાઇના મૃત્યુ બાદ રેશ્માબેન બે દિકરીઓ સાથે વડોદરાથી પરત વાસણા રહેવા આવી ગયા હતા. જ્યારે વર્ષ 2006મા રેશમાબહેનને વાસણા કેન્દ્ર નં.૨૨ની આંગણવાડીમા કાર્યકર તરીકેની નોકરી મળતા તેઓને આર્થીક સંકળામણથી રાહત મળી હતી અને બન્ને દિકરીઓને કઠલાલ અને કપડવંજ ખાતે સ્કુલ સહીત કોલેજ પણ કરાવી હતી.મેઘાએ ધોરણ 10 બાદ ઇ.સી મા ડીપ્લોમા અમદાવાદ ખાતે કર્યુ હતુ અને એમ.એ પણ અમદાવાદ ભાષાભવન ખાતે કરવામા આવ્યુ હતુ.જેમા મેઘા ને 13 માર્ચના રોજ ગુજરાત યુનિ. ના સેનેટ હોલ ખાતે યોજાયેલા ગુજરાત યુનિવર્સિટીના 69 મા વાર્ષિક પદવીદાન સમારોહમા સુવર્ણચંદ્રક મળ્યો હતો.

આ કાર્યક્રમમા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ગુ.હાઇકોર્ટના જજ એમ.આર.શાહ તેમજ આઇ.એ.એસ અંજુ શર્મા સહીત ગુ.યુનિ.ના વાઇસ ચાંસેલર ડૉ. જગદિશ ભાવસાર અને જ્યારે હાલ મેઘા અમદાવાદ ખાતે પી.એચ.ડી કરી રહી છે.અને તેણે આઇ.એ.એસ બનવાની ઇચ્છા પોતાની માતા સમક્ષ રજુ કરી હતી. જ્યારે મેઘાની નાની બહેન અમી પણ કેમેષ્ટ્રીમા એમ.એસ.સી કર્યા બાદ હાલ બી.એડ કરી રહી છે.

ત્યારે તેણે પણ જજ બનવાની મહેચ્છા વ્યક્ત કરી હતી.વહેલી પરોઢે બન્ને દિકરીઓને અમદાવાદ જવા માટે ફરજીયાત વાસણાથી રીક્ષામા કઠલાલ જવાની ફરજ પડે છે. જ્યારે બીજી તરફ બન્ને દિકરીઓએ પણ 12 ધોરણ પાસ માતા રેશમાબહેન પંચાલને વર્ષ 2018મા એક્ષ.વિધ્યાર્થી તરીકે કઠલાલને કોલેજ ખાતે એડમીશન અપાવ્યુ છે.ત્યારે બન્ને દિકરીઓના સપના પુરા કરવા માતાએ પણ કમર કસી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો