હાલાકી:સિંહુજ ચોકડીથી નડિયાદ તરફના રોડ પર ઝાડીથી અકસ્માતનો ભય

મહુધા20 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેમદાવાદના સિંહુજ ચોકડીથી નડિયાદ તરફ જતા રસ્તા પર મહુધાના મુલેજની હદ સુધી રોડની આસપાસ જંગલ કટિંગના અભાવે ઝાડીઝાખરાનું સામ્રાજ્ય ફેલાયું છે. સિંહુજ ચોકડીથી હજાતિયા તરફ જવાનાં રસ્તાની એક બાજુમાં ઝાડિઝાખરાથી અડધો રોડ ઢંકાઈ ગયો છે. મહુધા વહીવટી તંત્રના બાબુઓ અને સ્થનિક નબળી નેતાગીરીના પગલે રોડની આસપાસ ઝાડિઝાખરનું સામ્રાજ્ય ફુલ્યું ફાલ્યું છે.

સિંહુજ ચોકડી થી નડિયાદ તરફ જતા રસ્તા પર રોજિંદા 80 ટકા નાના ફોર વ્હીલ સહિત પસેન્જર રીક્ષાઓ તેમજ ટુ-વ્હીલ વાળા વાહનો વધારે દોડતા જોવા મળે છે.જયારે અન્ય વાહનોમાં બસ અને દૂધની ટેન્કરો વધારે દોડતી હોય છે.ત્યારે આવી પરિસ્થિતિએ નાના વાહન ચાલકો પોતાના જીવના જોખમે રસ્તા પરથી અવરજવર કરી રહ્યા છે.જયારે બીજી તરફ સમગ્ર મહુધા પંથકના અંતરિયાળ રસ્તાઓ પર ઝાડિઝાખરનું કટિંગ કરવું અત્યંત જરૂરી બન્યું છે. ત્યારે મહુધા વહીવટીતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે અંતરિયાળ રસ્તાઓ પર ઉગી નીકળેલ ઝાડિઝાખરને હતાવવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.

અન્ય સમાચારો પણ છે...