તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:મહુધામાં ખુલ્લી ગટરોથી લોકોને અકસ્માતનો ભય

મહુધાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મહુધા નગરપાલિકા મિલકત વેરો ઉઘરાવવામા શુરા જ્યારે પ્રજાની સુવિધા આપવામાં નિષ્ફળ જોવા મળી છે. નગરજનોના જણાવ્યા પ્રમાણે ભૂગર્ભ ગટરની કુંડીના ઢાંકણા જર્જરિત અને તુટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે.જેના પગલે વારંવાર ગટરનું દુષિત પાણી રસ્તા પર ફરી વળે છે.

એટલું જ નહિ જુમ્મા મસ્જિદ અને બેંક ઓફ બરોડા સામે રસ્તાની વચ્ચે તૂટેલા ઢાંકણા અને ખુલ્લી ગટરો રાહદારીઓને અકસ્માત સર્જાવાની સ્થિતિમાં જોવા મળ્યા હતા. જ્યારે રબારીવાસ આગળથી ગામમાં પ્રવેશવાના માર્ગ પર ભૂગર્ભ ગટરની ખુલ્લી કુંડી પર પાલિકાના ગાર્ડનમાંથી કુતરાનું સ્ટેચ્યુ છેલ્લા એક વર્ષથી મુકવામાં આવ્યુ છે. પરંતુ છેલ્લા બે વર્ષથી રફુચક્કર થયેલ ભૂગર્ભ ગટરની એજન્સી અને પાલિકાના ખાડે ગયેલા વહીવટના પગલે નગરજનોને હાલાકી વેઠવાની વારી આવી છે.

અન્ય સમાચારો પણ છે...