તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:ખાંડીવાવને કઠલાલમાં સમાવવાની માંગ સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી

મહુધા6 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ખાંડીવાવના મતદારો ચૂંટણીમાં કપડવંજ અને મહુધા વચ્ચે ટલ્લે ચડે છે : બેનરો લાગ્યા

મહુધા તાલુકાના ખાંડીવાવ ગામને ચૂંટણી ટાણે કપડવંજ અને મહુધામાં મતદાન માટે ટલ્લે ચડવું પડતું હોય છે. ગામને કઠલાલમાં સમાવવાની માગણી સાથે રજૂઆત કરી છે. વરસોથી લોકોએ પરેશાની વેઠવી પડતી હોવાના લીધે ગામમાં તાલુકાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી સાથે ઠેરઠેર બેનર લગાડી દઇને અનોખો વિરોધ જતાવ્યો હતો.

મહુધા તાલુકાનુ ખાંડીવાવ ગામ વિધાનસભાની ચૂંટણીમાં કપડવંજમાં ગામલોકોના વોટ નીકળે છે. જ્યારે તાલુકા પંચાયતની ચૂંટણીમાં મતદારોના મહુધામાં મત નીકળે છે. ખાંડીવાવના ગ્રામજનોનો સરકારી કચેરી સિવાયનો તમામ વ્યવહાર કઠલાલ ખાતે કરવામાં આવે છે. એટલુ જ નહિ પરંતુ ઘરવખરીનો સામાન સહિતની ખરીદી ગ્રામજનો ફક્ત ત્રણ કિલોમીટરના અંતરે આવેલાં કઠલાલના બજારોમાંથી કરાય છે. જ્યારે સરકારી કચેરીના કામકાજ માટે જ 13 કિ.મી દૂર મહુધા ખાતે ગ્રામજનોને જવાની ફરજ પડે છે.

જેના પગલે છેલ્લા ઘણા વર્ષથી ખાંડીવાવના ગ્રામજનો દ્વારા ગામને કઠલાલમાં સમાવેશ કરવા સરકારના વિવિધ વિભાગોમા લેખીત તેમજ મૌખીક રજૂઆતો કરવામા આવી હતી. તેમ છતા ખાંડીવાવના મતદારોનો કઠલાલ અને મહુધાના પદાધિકારીઓ દ્વારા મત માટે ફાયદો ઉઠાવતા હોવાથી આખરે ગ્રામજનોએ ગામમા ઠેરઠેર બેનર મારી પોતાનો રોષ ઠાલવવામા આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો