તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:3 વર્ષ પહેલા મંજુર થયેલ મિરઝાપુર પંચાયત બનાવવા જિલ્લા પંચાયતની ઢીલી નીતિ

મહુધા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ પંચાયત ન હોવાથી કોમ્યુનીટી હોલ ખોલીને બેસવાની ફરજ પડી

ખેડા જિલા પંચાયત દ્વારા વર્ષ 2017માં સમગ્ર જિલ્લામા 1.12 કરોડના ખર્ચે કપડવંજ મહુધા અને કઠલાલમા 8 નવીન ગ્રામ પંચાયત ઘર બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી.જેમા કપડવંજ ખાતે 6 અને મહુધા તેમજ કઠલાલમા 1-1 નવીન ગ્રામ પંચાયત બનનાર હતી. 14 લાખ રુપીયાની મર્યાદામાં એક પંચાયત ઘર બનાવવાનું અંદાજ લગાવવામાં આવ્યો હતો.

વર્ષોથી કૈયજ-મીરઝાપુર ગ્રુપ ગ્રામ પંચાયત ચાલતી હતી. જેથી કૈયજ ખાતે જુનવાણી ગ્રામ પંચાયતના મકાન માં બેસીને સરપંચ તલાટી દ્વારા બન્ને ગામનો કારભાર સંભાળતા હતા.પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી બંને પંચાયત છૂટી પડતા મીરઝાપુર ખાતે ગ્રામ પંચાયત ઘર ન હતું.

જેથી અત્યાર સુધી ગામના કોમ્યુનીટી હોલ ખાતે જ સરપંચ તલાટીને બેસવાની ફરજ પડી હતી.આખરે બંને ગ્રામ પંચાયત છૂટી પડતા મિરઝાપુર ગ્રામ પંચાયતના સરપંચ તલાટી દ્વારા તાલુકા અને જિલ્લા કક્ષાએ નવીન પંચાયત ઘર માટેની માંગણી કરવામાં આવી હતી.જેના પગલે ખેડા જિલ્લા પંચાયત દ્વારા વર્ષ 2017ના મે માસમા ત્રણ તાલુકામા કુલ 8 નવીન ગ્રામ પંચાયાત ઘર બનાવવાનો હુકમ કરવામાં આવ્યો હતો.અને પેકેજમા 8 ગ્રામ પંચાયત ઘરની ટેન્ડર પ્રક્રીયા પણ કરવામા આવી હતી.

પરંતુ મહુધાના મીરઝાપુર ખાતે ત્રણ વર્ષ બાદ પણ પંચાયત ઘર બનાવવામાં ન આવતા પંચાયતન સત્તાધિશો અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સરપંચ દ્વારા નવીન ગ્રામ પંચાયતની મંજૂરી બાદ અનેક વખત તાલુકા અને જિલ્લા પંચાયત ખાતે રજૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...