તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:મહુધા તાલુકા પંચાયતમાં મોડા આવતા કર્મીઓ વિરુદ્ધ પગલાં ભરવા માંગ

મહુધા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રમુખે ટી.ડી.ઓને પત્ર લખતા કર્મીઓમાં ગણગણાટ
  • કર્મીઓ સમયસર ન આવતા હોવાથી અરજદારોને મુશ્કેલી

મહુધા તાલુકા પંચાયતના કર્મચારીઓ નિર્ધારિત સમયે ફરજ પર હાજર નહીં થતા હોવાની ફરિયાદ ઉઠી છે. નવાઇની વાત તો એ છે કે આ ફરિયાદ કોઈ અરજદારે નહીં પરંતુ ખુદ તાલુકા પંચાયત પ્રમુખ સવિતાબેન પરમારે કરી છે. તાલુકા વિકાસ અધિકારીને લખેલ પત્રમાં પ્રમુખે ફરિયાદ કરી છેકે કચેરીનો સ્ટાફ ફરજ પર મોડો આવે છે. આજરોજ તેઓ 11.52 કલાકે તા.પં. કચેરી પર આવ્યા ત્યારે માત્ર એ.ટીડીઓ સિવાય અન્ય કોઇ કર્મચારી ફરજ પર હાજર ન હતા.

ફરજ પર મોડા આવતા કર્મચારીઓ સામે સખત કાર્યવાહીની માંગ ખુદ તા. પં. સભ્ય દ્વારા કરવામાં આવી છે. મહત્વની વાત છેકે સોમથી શુક્ર સુધી તાલુકા પંચાયતમાં છેવાડાના ગામડા ઓના લોકો પોતાના પ્રશ્નો, તકલીફો અંગે રજુઆતો લઈને આવતા હોય છે. આવા સમયે તાલુકા પંચાયતમાં ફરજ પરનો સ્ટાફ જ મોડો આવે તો અરજદારોના સમયનો વેડફાટ થતો હોય છે.

અન્ય સમાચારો પણ છે...