તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:સિંઘાલીમાં સરપંચના ત્રાસથી યુવકનો આત્મહત્યાનો પ્રયાસ

મહુધા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પત્ની બાબતે બંને વચ્ચે સામસામે અરજીઓ થઈ હતી
  • સમાધાન બાદ પણ સરપંચ પૈસા માગી ધમકી આપતો હતો

સિંઘાલી ગામના સરપંચની ધમકીઓથી ત્રાસીને યુવકે આત્મહત્યાનો પ્રયાસ કરતાં ચકચાર મચી છે. હાલ મહુધા પોલીસે ગામના સરપંચ વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. સિંઘાલી રહેતા અબ્બાસ ઉર્ફે કાલુ મલેકે 23 ઑગસ્ટના રોજ મદીનાબેન મલેક સાથે બીજા લગ્ન કર્યા હતા. ત્યારબાદ તે બંને ખડોલમાં રહેતા હતા. પરંતુ પત્નિ મદીના સિંઘાલી ગામે પિયરમાં જતી-આવતી હતી. તારીખ 24 ઓગસ્ટના રોજ સિંઘાલી ગામનો સરપંચ સલીમભાઈ મલેક અગાઉ પત્નિ મદીના બાબતે સામસામે થયેલી અરજીઓનું સમાધાન કરવા માટે તેના ઘરે નાની ખડોલ ખાતે આવ્યો હતો.

ત્યારબાદ તે દિવસે સાંજે જ્યારે તે મદીનાને મૂકવા માટે સિંઘાલી ગયો હતો, ત્યારે સરપંચે તેને ધમકી આપી હતી કે, સમાધાનના 2 લાખ રૂપિયા બાકી છે તે આપી દેજે. નહીં, તો સિંઘાલીમાં પગ મૂકતો નહીં, અને શરમ હોય તો, દવા પીને મરી જજે. આ વાતનું માઠું લાગતાં તેને ઘરે આવીને ઉધઈ મારવાની દવા પી લીધી હતી. જેની જાણ મોટાભાઈ ગુલામને થતાં તેને તાત્કાલિક મહુધાની ખાનગી હૉસ્પિટલમમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં યોગ્ય સમયે સારવાર મળતાં અબ્બાસનો જીવ બચી ગયો છે. આ સમગ્ર ઘટનાની જાણ થતાં મહુધા પોલીસે ગામના સરપંચ વિરુદ્ધ ગુનો નોંધીને તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...