તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:મહુધામાં ચોર ટોળકી દ્વારા એક જ દુકાન બે વખત તોડવાનો પ્રયાસ

મહુધા15 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહુધા-ડાકોર રોડ પર શ્રીજી કોમ્પલેક્ષની બાજુમાં આવેલી દુકાનને અઠવાડિયામાં બે વખત ચોર ટોળકી દ્વારા ટાર્ગેટ બનાવી દુકાનના શટરનું તાળુ તોડવાનો પ્રયાસ કરતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. શ્રીજી કોમ્પલેક્ષને અડીને આવેલા જનરલ સ્ટોરમાં છેલ્લા બે વર્ષમાં સતત ત્રીજી વખત તાળા તૂટ્યાં છે.

સ્ટોર માલિક પ્રભુભાઇ દેસાઇના જણાવ્યું છે કે, અગાઉ વર્ષ 2019ના ફેબ્રુઆરી મહિનામાં શટરના તાળા તોડી એક લાખ રૂપિયાનો માલસામાન ચોરી કરીને ચોરટોળકી ભાગી ગઈ હતી. જે મામલે મહુધા પોલીસ મથકે લેખિત જાણ કરી હતી.તેમ છતાં મહુધા પોલીસ દ્વારા આજદિન સુધી કાયદેસર ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. પરીણામે ગત 26 ઑગસ્ટની રાત્રે ફરી એકવાર શટરના લોક તોડવાનો પ્રયાસ થયો હતો. જેના પગલે આખરે સ્ટોર માલિક દ્વારા 25 હજારના ખર્ચે તાત્કાલિક શટરની અંદરની બાજુ વધુ એક લોખંડના દરવાજો બનાવવાનો ઓર્ડર આપ્યો હતો.

પરંતુ લોખંડના દરવાજા બેસાડે તે પહેલા ત્રીજી વખત ચોર ટોળકી દ્વારા ગતરાતે શટરના બંને લોક તોડી પાડ્યાં હતા.જો કે, શટરની વચ્ચેના ઇન્ટર્નલ લોક તોડવામાં ચોર નિષ્ફળ જતાં ચોર ટોળકીને વીલા મોઢે પરત ફરંવુ પડ્યું હતું. રવિવારના રોજ સ્ટોર માલિક પોતાના સ્ટોરે પહોંચતા શટરના લોક તૂટેલાં જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. ચોર ટોળકીએ એ જ રાતે તાલુકા પંચાયતની સામે આવેલી ચાની કીટલીવાળાના વધારાનો માલસામાન મુકવાના ગલ્લાનું તાળુ તોડી આશરે 20 હજાર રૂપિયાના ગુટખા સહિતના પેકેટની ચોરી કરી હતી, ત્યારે એક જ રાત્રિમાં બે જગ્યાએ તાળા તૂટ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...