વિવાદ:મહુધા પાલિકામાં સમિતિની રચનામાં બંને પક્ષો વચ્ચે રસાકસી, એક કલાકની ઘમાસાણ બાદ ભાજપે હથિયાર હેઠા મુક્યાં

મહુધાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહુધા પાલિકા કોંગ્રેસે કબજે કર્યા બાદ શુક્રવારના રોજ પ્રથમ સામાન્ય સભા યોજાઇ હતી. જેમાં વિવિધ સમિતિની રચના કરવાનો એજન્ડા હતો. જોકે, શાસક પક્ષ હજુ કોઇ નામ જાહેર કરે તે પહેલા ભાજપે વિવિધ સમિતિ પર દાવો કરતાં કશ્મકશ જામી હતી. બન્ને વચ્ચે રસાકસીભરી બાદ મામલો વાતચીત પર આવી ગયો હતો. આખરે ભાજપે પીછે હઠ કરતાં ઘીના ઠામમાં ઘી ઢોળાયું હતું અને શાસક પક્ષે સમિતિની રચના કરી હતી.

મહુધા પાલિકામાં શુક્રવારના રોજ પાલીકા પ્રમુખ મીનાજબાનુ મલેકના અધ્યક્ષ સ્થાને પ્રથમ સામાન્ય સભા યોજાઇ હતી. જેમાં વિવિધ સમીતીઓની રચના સહીત ગુજરાત ફાઇનાન્સ બોર્ડ દ્વારા ફળવાયેલા એક કરોડ રુપીયા સહીત જિલ્લા આયોજન 15 ટકા વિવેકાધીન યોજનામાં નગરના વિકાસના કામો નક્કી કરવાનું હતું. એજન્ડાની કાર્યવાહી શરુ કરાયા બાદ તુરંત વિપક્ષ એવા ભાજપ તરફથી પોતાની સમીતીઓ રચવા માટે બહુમતીના જોરે પોતાનો દાવો રજુ કરી દિધો હતો. જેના પગલે શાસક પક્ષ હતપ્રત થઇ ગયો હતો. એક વાર સત્તાધારીઓ દ્વારા વિપક્ષમાં બેઠેલા ભાજપને દાવો પરત ખેંચવા માટે વિનવણી કરવી પડી હતી. આ સમગ્ર ઘટના ક્રમમાં શાસક પક્ષે પુર્વ પ્રમુખ અને ભાજપના શહેર પ્રમુખને સમીતીની રચનામાં સહકાર આપવા બેઠક હોલની બહાર બોલાવી આજીજી કરવી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...