તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોંગ્રેસના ગઢમાં કમળ ખીલ્યું:25 વર્ષ બાદ મહુધા તાલુકા પંચાયતની સત્તા ભાજપને મળી

મહુધા7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 18 માંથી 12 બેઠક ભાજપ

મહુધા તાલુકા પંચાયતની ચૂંટણીમા કોંગ્રેસના ગઢમાં મસમોટું ગાબડું પડતાં 18 બેઠકોની ચૂંટણીમાં કોંગ્રેસ 6 બેઠકમાં સમેટાઇ ગઇ હતી, જ્યારે તાલુકાના મતદારોએ ભાજપને 12 બેઠક આપતા કોંગ્રેસના ગઢમાં કમળ ખીલાવ્યું હતું. મહુધા તાલુકા પંચાયતની 18 બેઠકો પર ભાજપ-કૉંગ્રેસ સહીત અપક્ષ ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું .ગત 28 ફેબ્રુઆરીના રોજ તાલુકામાં 70.85 ટકા જેટલું મતદાન થયું હતું.

વધુ મતદાનને લઇને બન્ને રાજકીય પક્ષોમાં જીતની આશા પ્રબળ બનવાની સાથે સાથે ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. મંગળવારે મતગણતરી દરમ્યાન 18 બેઠકોનું પરિણામ ચોંકાવનારું આવ્યું હતું. સવારે 9 વાગ્યાથી મહુધા કોલેજમાં મતગણતરી શરૂ થઇ હતી. તેમજ 18 બેઠકોના ઉમેદવાર અને તેઓના એજન્ટોને મહુધા વહીવટી તંત્ર દ્વારા બેસવાની વ્યવસ્થા ન કરવામાં આવતા આખરે કોલેજની બહારના રસ્તા પર બેસવાની ફરજ પડી હતી.

મહુધા તાલુકો કોંગ્રેસનો ગઢ ગણાય છે, પરંતુ 18 બેઠકના પરિણામ જાહેર થતાં ભાજપે કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડી બહુમતિ સાથે 12 બેઠકો કબ્જે કરી હતી. જ્યારે પોતાના ગઢમાં જ કોંગ્રેસ 6 બેઠકો સાથે સમેટાઇ ગઈ હતી. મહુધાના ધારાસભ્ય પોતાના ગામની સણાલી બેઠક પણ બચાવી શક્યા ન હતા. મહુધા તાલુકા પંચાયત અસ્તિત્વમાં આવ્યા બાદથી કોંગ્રેસના પંજાનુ વર્ચસ્વ છવાયેલુ રહ્યું હતું, પરંતુ 25 વર્ષ બાદ પ્રથમ વખત તા.પંચાયત કબ્જે કરવામા મહુધા ભાજપ સંગઠન સફળ રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...