તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:વડથલમાં સગીરાની છેડતી કરનારો વિધર્મી ઝડપાયો

મહુધાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇસમને કોર્ટમાં રજૂ કરી જેલ ભેગો કરાયો

મહુધાના વડથલ ખાતે હિન્દુ સગીરાની છેડતી કરનાર મુસ્લીમ યુવકની આખરે પોલીસે ધરપકડ કરી લીધી છે. આજે તેને મહુધા કોર્ટમા રજૂ કરતા નડિયાદ બિલોદરા જેલ હવાલે કરાયો છે. મહુધાના વડથલમા છાસવારે ગરીબ અને મધ્યમ વર્ગના પરીવારની દિકરીઓ પર વિધર્મી યુવકો દ્વારા છેડતીના બનાવો બની રહ્યા છે.

થોડા માસ અગાઉ પણ ત્રણ જેટલા સ્થાનિક વિધર્મી યુવકોએ ગામની યુવતીને તેના પ્રેમી સાથે મળાવવાની લાલચે અપહરણ કરી ભગાડી ગયા હતા. ત્યારે ગત શનિવારે વડથલમા 15 વર્ષિય યુવતીને લગ્નની લાલચ આપી સાહીલમીયા સાબીરમીયા મલેકે છેડતી કરી હતી. તેમજ તેના પરીવારને પતાવી દેવાની પણ ધમકી આપી હતી. જે મામલે સગીરાના પરીવારે ફરીયાદ નોંધાવ્યા બાદ પોલીસે તેને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરતા જિલ્લા જેલમાં ખસેડાયો છે.

અન્ય સમાચારો પણ છે...