રાજ્ય સરકાર દ્વારા આજે 155 મામલતદારની વહીવટી કારણોસર બદલી કરવામાં આવી છે. જેમાં ખેડા જિલ્લામાંથી પાંચ મામલતદારની બદલી થઈ છે. જ્યારે અન્ય જિલ્લામાંથી 5 જેટલા મામલતદાર ખેડા જિલ્લામાં આવ્યા છે. આ બદલીઓમાં નડિયાદમાંથી ગ્રામ્ય અને ડિઝાસ્ટર વિભાગના એમ બે મામલતદારની બદલીઓ થઈ છે. નડિયાદ શહેર અને ગ્રામ્ય મામલતદાર ની ફરજ સંભાળી રહેલા વી.ડી. રાઠોડ ની બદલી અધિક ચીટનીશ, કલેકટર કચેરી અમદાવાદ ખાતે થઈ છે. જેઓની જગ્યાએ મેહુલ કે. ખાંટ, દાહોદ ચીટનીશની બદલી થઈ તેઓને નડિયાદ ગ્રામ્ય મામલતદાર તરીકે મૂકવામાં આવ્યા છે.
જ્યારે નડિયાદ કલેકટર કચેરીમાં ડિઝાસ્ટર મામલતદાર તરીકે ફરજ સંભાળતા એચ.બી. રાઠોડની બદલી ચીટનીશ આણંદ તરીકે કરવામાં આવી છે. જેઓની જગ્યા પર હજુ કોઈ નવા મામલતદારની નિમણૂક થઈ નથી. ઠાસરા મામલતદાર એચ.આર.રાઠોડની બદલી ચૂંટણી મામલતદાર પંચ મહાલ ખાતે કરવામાં આવી છે.
જઓના સ્થાને આણંદ કલેક્ટર કચેરીમાં ચીટનીશ તરીકે ફરજ બજાવી રહેલા કૂ.નિહારીકા એસ.સુવેરાને ઠાસરા મામલતદાર તરીકે નિમણૂક થઈ છે. કઠલાલ મામલતદાર યેશા વી. શાહની બદલી મામલતદાર લખતર, જિ.સુરેન્દ્રનગર થઈ છે. જેઓના સ્થાને જીજ્ઞાબેન એસ.પટેલ, મામલતદાર શહેરી વિકાસ સત્તામંડળ-3 ની નિમણુક કરવામાં આવી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.