તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:મહુધાના નંદગામમાં વિજળી પડતા 2ના મોત

મહુધાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વિણા રોડ પર ખેતરના ઝાડ કાપતા સમયે અચાનક વિજળી પડી હતી

મહુધાના નંદગામમાં વિણા નંદગામ રોડ પર ખેતરના શેઢા પરના વૃક્ષ કાપતા સમયે બપોરના ત્રણ વાગ્યાની આસપાસ અચાનક વિજળી પડતા વૃક્ષ કાપતા બે યુવકોના સ્થળ પર જ મોત નિપજ્યા હતા. આ ઘટનાના પગલે ટીડીઓ સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી. આ અંગે નંદગામના સરપંચ ભરતભાઇ સોલંકીના જણાવ્યા પ્રમાણે, બુધવારની બપોરના રામાભાઇ સોલંકીના ખેતરના છેડા પર વૃક્ષ કાપવાની કામગીરી ચાલી રહી હતી. આ સમયે મહુધામાં અચાનક પલટાયેલા વાતાવરણને લઈ બપોરના સમયે વરસાદ સહિત વિજળીના કડાકા જોવા મળ્યા હતા.

જે સમયે નંદગામમા વીણા રોડ પર વૃક્ષ કાપતા રમેશભાઇ મોતીભાઇ ગોહેલ અને કમલેશભાઇ અંબુભાઇ ચુનારા પર અચાનક વિજળી પડતા તેઓ બેભાન થઈ ગયા હતા. જેના પગલે અસપાસના લોકોએ તાબડતોબ 108 એમ્બુલંસને બોલાવી મહુધા સીએચસી ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યા હાજર તબીબ દ્વારા બન્ને યુવકોને મૃત જાહેર કરાયા હતા. આ સમગ્ર મામલે મહુધા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામા આવી હતી. આ ઘટનાના પગલે મહુધા ટીડીઓ દ્વારા આકસ્મિક ઘટનાથી મૃત્યુ પામેલા યુવકોનો પંચકેશ કરી સહાયની કામગીરી પણ હાથ ધરવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...