વિરોધ:નવાગામ નજીક ખાનગી કંપનીએ બોનસ ન ચુકવતા કર્મીઓની હડતાલ

ખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ખેડાની એક ખાનગી કંપની દ્વારા કર્મચારીઓને બોનસ આપવાનો નનૈયો ભણી દેવાતા વિવાદ સર્જાયો છે. કર્મચારીઓ દિવસે જ કંપનીની બહાર હડતાલ પર ઉતરી ગયા હતા. ઉપરાંત પોતાની માંગણી ન સંતોષાય ત્યાં સુધી કામથી અડગા રહેવાનો ગણગણાટ કર્યો હતો. ખેડા તાલુકાના નવાગામ નજીક પીંગળજ પાટીયા પાસે આવેલી એરોલેમ નામની ખાનગી કંપની દ્વારા કર્મચારીઓને દિવાળી બોનસ અપાયુ ન હોવાની ફરીયાદ ઉઠી છે. જેના કારણે 200 જેટલા કર્મચારીઓ દ્વારા સોમવારે સવારે કંપની બહાર જ હડતાળ શરૂ કરી દેવાઈ હતી.

પરીણામે આખો દિવસ કંપનીનું કામકાજ બંધ રહ્યુ હતુ. કર્મચારીઓએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે પણ તેમને બોનસ અપાયુ ન હતુ અને આ વર્ષે પણ બોનસ ચુકવાયુ નથી. જ્યાં સુધી કંપની બોનસ નહીં આપે ત્યાં સુધી કર્મચારીઓ દ્વારા કામકાજ બંધ રાખવાનો નિર્ધાર કર્યો છે. આ બાબતે કંપની ના મેનેજર પિંકેશ પટેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, હાલ કંપની બોનસ આપી શકે તેમ નથી. કંપની કોરોના પછી લોસમાં જઈ રહી છે. અમારી કંપનીમાં એક વાગ્યા સુધી જ કામ ચાલે છે. ત્યારબાદ કર્મચારીઓને અમે છોડી મૂકીએ છે અને એમને આખો દિવસ ભરી આપીને અમે ફૂલ પગાર આપીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...