અક્સ્માત:ધોળકા રોડ પર છકડો અને કાર વચ્ચે અક્સ્માતમાં મહિલાનું મોત

ખેડા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી

ખેડા ધોળકા રોડ પર પિયાગો રીક્ષા અને ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પિયાગોમાં બેઠેલી મહિલાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતાં તેમનું સારવાર દરમિયાન મોત થયું છે.તો અન્ય પેસેન્જરને વત્તા-ઓછા પ્રમાણમાં ઈજા પહોંચી છે. આ મામલે ખેડા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

જયદીપવન ગોસ્વામીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, 2 ઓક્ટોબરના રોજ તેમની બહેન વિમળા સિસોદિયા (રહે. રઢુ) માસીને ત્યાં ગયા હતા. જ્યાંથી તે પિયાગોમાં બેસી રઢુ જવા નીકળ્યાં હતા. આ દરમિયાન ધોળકા રોડ પર વાસણાબુર્ઝગ ગામની સીમમાં કરશભાઈની હૉટલ પાસે પિયાગો અને ગાડી વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં વિમળાબેનને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતાં તેઓને ખેડા સિવિલ હૉસ્પિટલમાં ખસેડાયાં હતા. ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. જ્યારે પિયાગોના અન્ય મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. આ સમગ્ર ઘટનાની જાણ થતાં ખેડા પોલીસે ગાડીચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...