તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દંડ:દાંડીમાર્ગ પર જવાનો અમારો અધિકાર છે, તેનો કોઇ ટોલટેક્ષ ચૂકવવાનો ન હોય

ખેડા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
રધવાણજ ટોલ ટેક્સ પર મંગળવારથી કેશ લાઇન બંધ કરી ફાસ્ટટેગ ફરજીયાત કર્યું હતું. જેને કારણે પરપ્રાંતથી આવેલા ભારે વાહનો થોડા સમય અટવાયાં હતાં. પરંતુ મોડે મોડે તેઓએ સ્થળ પર જ ફાસ્ટેગ કરાવ્યાં હતાં. - Divya Bhaskar
રધવાણજ ટોલ ટેક્સ પર મંગળવારથી કેશ લાઇન બંધ કરી ફાસ્ટટેગ ફરજીયાત કર્યું હતું. જેને કારણે પરપ્રાંતથી આવેલા ભારે વાહનો થોડા સમય અટવાયાં હતાં. પરંતુ મોડે મોડે તેઓએ સ્થળ પર જ ફાસ્ટેગ કરાવ્યાં હતાં.
 • રધવાણજમાં 410 વાહનોએ પ્રથમ દિવસે ડબલ ટોલ ચૂકવવો પડ્યો

ખેડાના રધવાણજ નજીકના ટોલ બુથ પર ગઇ મધરાતથી જ ફાસ્ટેગનો ફરજિયાત અમલ શરૂ થયો હતો. જેના પગલે સાંજના 7 વાગ્યા સુધીમાં ફાસ્ટેગ વગરના 410 જેટલાં વાહનચાલકોએ ડબલ દંડ પેટે અડધો લાખ ચુકવવાનો વારો આવ્યો હતો. માતરના સરપંચે જણાવ્યું હતું કે, નજીકથી પસાર થતાં દાંડીમાર્ગ પર જવાનો ગ્રામજનોને અિધકાર છે તેનો કોઇ ટોલ ચૂકવવાનો ન હોય અથવા અમને વૈક્લ્પિક વ્યવસ્થા કરી આપે તેવી માંગણી કરી હતી.

ખેડા નજીકના રધવાણજ ટોલપ્લાઝા ઉપર ગઇ મધરાતથી જ ફાસ્ટેગની અમલવારી શરૂ થઇ ગઇ હતી. અહીંના ટોલબુથ પરથી પસાર થતાં હળવા-ભારે વાહનોના ચાલકો પાસેથી ટેક્સની રિકવરી ફાસ્ટેગથી કરવામાં આવી હતી. ગઇ મધરાત્રિથી આજે મંગળવારે સાંજના 7 વાગ્યા સુધીમાં કુલ 700 જેટલાં હળવા-ભારે વાહનો પસાર થયાં હતા. જે પૈકીના 410 વાહનો ફાસ્ટેગ વગરના પસાર થતાં ટોલબુથ પર ટેક્સ પેટે ડબલ રકમ દંડ એટલે કે, 50હજારથી 52,000ના દંડની રકમની વસુલાત કરવામાં આવી હતી.

આમ, ટોલબુથ પર ફાસ્ટેગના અમલની સાથે જ ચારસોથી વધુ વાહનસવારો દંડાયા હતા અને ડબલ રકમ ભરવા મજબૂર થયા હતા. જ્યારે ગત મધરાતથી આજે સવારના સાત વાગ્યા સુધીમાં 200 જેટલાં વાહનમાલીકોએ નવા ફાસ્ટેગનું રજિસ્ટ્રેશન ટોલબુથ પર કરવામાં આવ્યું હતુ. જો કે, ટોલપ્લાઝાની આસપાસના 8 કિલોમીટરના અંતરે આવેલાં ગામોના લોકોને વિનામૂલ્યે એટલે કે, ફાસ્ટેગ વગર વાહનો સાથે અવરજવર કરી શકે તે માટેની વિચારણા ચાલી રહી હોવાનું ટોલબુથ અધિકારીએ જણાવ્યું હતુ.

માતર અને નજીકના ગામો દાંડી માર્ગ પર જવા હક્કદાર છે
સાબરમતીથી જે દાંડીમાર્ગ નીકળી રહયો છે. એ માર્ગ માતરમાંથી પસાર થઇને નડિયાદ ઉપરથી દાંડી જાય છે. જે દાંડી માર્ગ સરકાર દ્વારા દેશ આઝાદ થયા બાદ કરોડોના ખર્ચે પસ્થાપિત કરવામાં આવ્યો છે. દાંડીમાર્ગ ઉપર જવાના માતર અને નજીકના ગામોના લોકો જવાના હકદાર છે. તેથી અમારે આ માર્ગ ઉપર આવવા-જવા માટે ટોલ ટેક્સ ન આપવાનો હોય. દાંડીમાર્ગ ખુલ્લો કરી આપવા અથવા કોઇ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ટોલ ટેક્સના મામલે આસપાસના 10 ગામના સરપંચો સાથે મીટિંગ કરી ટોલ ટેક્સ ઉઘરાવવાના વિરોધમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન છેડવામાં આવશે. > વિપુલભાઈ કા. પટેલ, સરપંચ, માતર.

આસપાસના ગામોને માસિક પાસ આપ્યો
વાસદ ટોલ પ્લાઝા પાસેના આસપાસના ગામના વાહન ચાલકોને મુક્તિ આપી નહોતી. પરંતુ તેમને માસિક પાસની વ્યવસ્થા કરાઇ હતી. જેથી દિવસ દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નહોતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો