તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:વિરપુરના વધુ 3 ગામો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન, માતરમાં વધુ દસ દિવસ સ્વૈચ્છિક લોકડાઉન લંબાવ્યું

ખેડા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિરપુરના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંક્રમણ વકરવા લાગ્યો છે જેને લઈને હવે લોકોમાં પણ હવે નવી લહેરથી ફફડાટ વ્યાપવા લાગ્યો છે જેને લઈ હવે ગ્રામ્ય વિસ્તારો પણ સાવચેતીના પગલા ભરવા લાગ્યા છે.

વિરપુર તાલુકામાં કેટલાક દિવસોથી કોરોના મહામારીએ કાળો કહેર વર્તાવ્યો છે. તાલુકાના ગામડાંઓની વાત કરીએ ગામડાઓમાં પણ પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત ઉછાળો આવી રહ્યો છે જેના પરીણામે હવે ગામડાઓમાં પણ સંક્રમણ વધતા જતા સ્વેચ્છાએ લોકડાઉન થવાની શરૂઆત કરવામાં આવી રહી છેે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વધતા કોરોના સંક્રમણને અટકાવવા માટે ગામડાઓ સ્વંયભુ બંધ પાળી રહ્યા છે જેમાં તાલુકાના ડેભારી, કોયડમ, સાલૈયા સહિતના ગામોના સરપંચો દ્રારા ગામના અગ્રણીઓ અને વેપારીઓ સાથે બેઠક યોજી સવારથી સાત વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ ગામોમાં બપોર બાદ સંપૂર્ણ પણે બજારો સજ્જડ બંધ દેખાયા હતા.

માતરમાં વધુ દસ દિવસ સ્વૈચ્છિક લોકડાઉન લંબાવ્યું
​​​​​​​ખેડા જિલ્લામાં દિવસેને દિવસે કોરોનાના કેસોમાં વધારો થયી રહયો છે. ખેડા જિલ્લાના માતરમાં સ્થિતિ સ્ફોટક બની છે. અને મોતના આંકમાં પણ જિલ્લામાં દિવસેને દિવસે વધારો થયી રહયો છે. જેને ધ્યાનમાં લઈને વહીવટી તંત્ર દ્વારા ચિંતા કરતા માતર શહેરને પણ સ્વૈચ્છિક લોકડાઉનના અમલમાં લેવામાં આવ્યું હતું. માતર મામલતદાર અને માતરના સરપંચ વિપુલભાઇ અને માતર શહેરના વહેપારી ઓ અને આગેવાનો વચ્ચે મીટીંગ યોજાઈ હતી. જેમાં 12 એપ્રિલ થી 30 એપ્રિલ સુધી માતર માં સ્વૈચ્છિક લોકડાઉન આપવામાં આવ્યું હતું જેમાં 3 વાગ્યા પછી સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવ્યું હતું પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સમય વધારવા માટે ગુરુવારે મામલતદાર કચેરી ખાતે મામલતદાર અને સરપંચ વિપુલભાઇ કા પટેલ અને વેપારીઓ અને આગેવાનો વચ્ચે એક બેઠક યોજાઈ હતી વહીવટી તંત્ર અને વેપારીઓ દ્વારા વધુ 10 દિવસ માટેનું સ્વૈચ્છિક લોકડાઉન વધારવામાં આવ્યું હતું જે તારીખ 10 મે 2021 સુધી અમલમાં રહેશે.

અન્ય સમાચારો પણ છે...