ઝુંબેશ:રસીકરણ અભિયાન અંતર્ગત ખેડા જિલ્લાના તમામ ગામ અને શહેરી વિસ્તારના 500થી વધુ સેન્ટરો પરથી રસીકરણ કરવામાં આવ્યું

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની ત્રીજી લહેરને રોકવા રસીકરકણ જરૂરી
  • જિલ્લા વહિવટીતંત્ર અને જિલ્લા કલેક્ટરે સેન્ટરોની મુલાકાત લીધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે સમગ્ર રાજ્યમાં રસીકરણ મહાઝુંબેશ અભિયાન યોજાયું હતું. ત્યારે ખેડા જિલ્લાના તમામ ગામ અને શહેરી વિસ્તારના 500થી વધુ સેન્ટરો પરથી રસીકરણ કરવામાં આવ્યું હતુ. જિલ્લામાં વેક્સિનેશન કાર્યક્રમમાં સહયોગ આપવા જિલ્લા વહિવટીતંત્ર અને જિલ્લા કલેક્ટરે ફરીવાર સમીક્ષા કરી રૂબરૂ સેન્ટરો પર મુલાકાત લીધી છે.

100 ટકા વેક્સિનેશન થયું હોય તેવા ગામના સરપંચનું સન્માન
વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લામાં 100 ટકા વેક્સિનેશન પુર્ણ કર્યું હોય તેવા ગામોના સરપંચોને સન્માનીત કરવામાં આવ્યાં હતા. તેમજ બાકી રહેતા તમામ ગામો તથા શહેરી વિસ્તારમાં પણ 18 વર્ષથી ઉપરની ઉંમરના તમામ લોકોને રસીકરણથી આવરી લેવાયા છે. ખેડા જિલ્લામાં જિલ્લા વહિવટીતંત્રએ અનેકવિધ પ્રયાસો હાથ ધર્યા છે. સમગ્ર ગુજરાત વેક્સિનેશનમાં અવ્વલ છે. ત્યારે 18 વર્ષથી ઉપરના 16,14,000 લોકોએ વેક્સિનેશન કરાવ્યું છે. જેમાં 12,68,000 લોકોએ પ્રથમ ડોઝ લઇ લીધો છે. 4,31000 લોકોએ બીજો ડોઝ લઇ લીધો છે. આમ મળીને કુલ 80 ટકા વેક્સિનેશન કરાયું છે. આજના મહાવેક્સિનેશનના દિવસે આરોગ્ય કર્મી અને આંગણવાડીઓની બહેનો અલગ-અલગ જગ્યાએ વેક્સિનેશનનું મહાઅભિયાન આદર્યું છે. 45થી વધુ ઉંમરના લોકોનું 96 ટકા જેટલું જિલ્લામાં વેક્સિનેશન થયું છે.

અન્ય સમાચારો પણ છે...