તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:ખેડા જિલ્લામાં રસીકરણ પુન: શરૂ, 7515 ને રસી, ત્રણ દિવસ બાદ વેક્સિનની કામગીરી શરૂ

ખેડા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

ખેડા જિલ્લામાં ત્રણ દિવસ રસીકરણ બંધ રહ્યા બાદ આજે પુન: શરૂ કરાયુ છે. આજે 70 જેટલા સેશન યોજી સમગ્ર જિલ્લામાં 7515 જેટલા ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં હરિદાસ હોસ્પિટલમાં 103, મિશન અર્બન હેલ્થ સેન્ટર ખાતે 102, પીજ રોડ પરના સેન્ટરમાં 92, કઠલાલમાં 97, મહેમદાવાદ અર્બન હેલ્થ સેન્ટરમાં 120, અલિન્દ્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 120, કપડવંજ હેલ્થ સેન્ટરમાં 185 જ્યારે પીજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 220ને રસી અાપવામાં આવી છે.

આ ઉપરાંત પણ અન્ય પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર પણ લોકોને વેક્સીન અપાઈ છે. જિલ્લામાં કુલ 8,07,495 ડોઝ અપાયા છે. જેમાં 6.18 લાખને પ્રથમ જ્યારે 1.89 લાખને બીજો ડોઝ અપાયો છે. જિલ્લામાં 4.36 લાખ પુરુષોને જ્યારે 3.71 લાખ મહિલાઓનું રસીકરણ કરાયુ છે. જ્યારે કુલ રસીકરણમાંથી 6.13 લાખને કોવિશીલ્ડનો ડોઝ અને 1.94 લાખ લોકોને કોવેક્સિનનો ડોઝ અપાયો છે. છેલ્લા ત્રણ દિવસથી રસીકરણ બંધ થઈ ગયા બાદ આજે ફરીથી રસી આપવાનું શરૂ કરાયુ હતુ. બે દિવસ બંધ રહેવાના કારણે આજે લોકો રસી લેવા માટે સવારથી જ લાઈનમાં જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...