તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ખારીકટમાં કેમિકલ ઠાલવવાના કેસમાં વધુ 2 આરોપીઓ ઝડપાયા

ખેડા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 5 આરોપીઓના પોલીસે 3 દિવસના રિમાન્ડ મેળવ્યા

ખેડામાં રઢુ- નાયકા રોડ પર આવેલી ખારીકટ કેનાલમાં કેમિકલ ઠાલવાતા ઈસમોની અટકાયત કરીને પોલીસે તપાસની ગતિ વધારી છે. તપાસનીશ પોલીસે ગઇકાલે ગંગારામ ચૌહાણ, અમીરખાન પઠાણ અને ચરણજીતસિહ ચાવડા નામના 3 ઇસમોની ધરપકડ કરી હતી. અને ધમો ભરવાડ નામનો ઈસમ ફરાર હતો. જેને આજરોજ પોલીસે ઝડપી પાડ્યો હતો. જેની પુછપરછમાં અન્ય બે આરોપીઓની પણ માહિતી મળી હતી. જેમાંથી પોલીસે સંજયભાઈ ભગુભાઈ ભરવાડ (રહે. રઢુ)ને ઝડપી પાડ્યો છે.

અને કૃણાલ ઝાલાભાઈ ભરવાડ (રહે.રઢુ) હજુ પણ ફરાર છે. આમ, ખેડા પોલીસે ગણતરીના કલાકોમાં પાંચ આરોપીઓની અટકાયત કરી છે. ત્યારબાદ તેમને કૉર્ટમાં રજૂ કરીને પોલીસે રિમાન્ડની માંગ કરી હતી. જેને ગ્રાહ્ય રાખીને કૉર્ટે આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

ત્યારે ખેડા પોલીસે આ કેમિકલ કંઈ કંપનીનું છે. કેટલા સમયથી આ કામ ચાલે છે. કેટલાં લોકો સંડોવાયેલા છે.? સહિતના સવાલો મેળવવા માટે કડક તપાસ શરૂ કરી છે. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છેકે આજે ઝડપાયેલ ધમો ભરવાડ, સંજય ભરવાડ અને ફરાર કૃણાલ ભરવાડ રઢુ ગામના જ છે. જેઓ અન્ય આરોપી સાથે મળીને કેનાલમાં ઝેરી કેમિકલ ઠાલવતા હતા.

અન્ય સમાચારો પણ છે...