દારૂની હેરાફેરી:ખેડામાં દારૂની હેરાફેરી કરતાં યુ.પી.ના ત્રણ ઇસમો ઝડપાયા

ખેડા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દારૂ અને કન્ટેનર સહીત15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

ખેડા પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, કન્ટેનર નં જીજે 16એ.યુ 8781 વિદેશી દારૂ ભરીને ખેડા હાઈ-વે તરફ પર જનાર છે. આ માહિતીના આધારે પોલીસે હરિયાળા સીમ નેહા નં 48 મયુરી હોટલ સામે વૉચ રાખી હતી. તે દરમિયાન બાતમી આધારિત કન્ટેનર પસાર થતાં પોલીસે કોર્ડન કરીને ડ્રાઈવર સહિત 4 ઈસમોને ઉભા રાખ્યાં હતા.

પૂછપરછ કરતાં તેમણે પોતાના નામ નુરઆલમ સિદ્દીકી, સાકીબ શેખ, કરમહુસેન શેખ ( ત્રણેય રહે મૂળ ઉત્તરપ્રદેશ હાલ રહે. અંકલેશ્વર) અને હરીશ (રહે. વડોદરા) હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે કન્ટેનરની તપાસ કરતાં કેબીનમાં બનાવેલા ગુપ્ત ખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બે પેટીમાં 180 મી.લીનો દારૂ ઝડપાયો હતો. જેની કિંમત 4800 રૂપિયા ગણીને પોલીસે કન્ટેનર, રોકડ અને મોબાઈલ ફોન સહિત કુલ 15,78,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ ત્રણેય ઈસમ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...