ખેડા-ધોળકાને જોડતો રસિકપુરા ગામ પાસે આવેલ સાબરમતી બ્રિજના એપ્રોચ રસ્તાનું મજબૂતી કરણ કામ કરવાનું હોવાથી બ્રિજને તંત્ર દ્વારા આગામી 17 એપ્રલ સુધી બંધ રાખવામાં આવ્યો છે. ખેડા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. પણ હજુ બ્રિજના એપ્રોચના રસ્તાનું કામ લંબાઈ શકે તેમ હોવાથી મળતી માહિતી મુજબ બ્રિજ હજુ 30 એપ્રિલ સુધી બંધ રાખવામાં આવશે. જેને લઈને ખેડા-ધોળકા હાઇવે ઉપર થી પસાર વાહનોને ડાયવઝર્ન અપાયું છે. જે માટે શુક્રવારે રસિકપુરા બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો.
ખેડાથી ધોળકા તરફ જતા વાહનોને બારેજા, મહિજડા, સરોડા, ક્લીકુંડ અને બીજો વિકલ્પ માતર, વૌઠા, સહીજ, ધોળકા, જયારે ધોળકાથી ખેડા તરફ જતા વાહનો ને ધોળકા,ક્લીકુંડ ચોકડી, સરોડા, મહિજડા,બારેજા થી ખેડા બીજો વિકલ્પ ધોળકા થી સહીજ, વૌઠા, માતર, ખેડા તરફ વાહનોને ડાયવર્ટ કરાયા છે.
વધુમાં ખેડાના નાયબ કાર્યપાલક ઈજનેર વિવેકસિંહ જામ એ જણાવ્યું હતું કે સાબરમતી નદીના જુના બ્રિજના એપ્રોચ રોડની કામગીરીનું કામ અત્યારે ચાલુ કરી દેવામાં આવ્યું છે. જે વહેલી તકે પુર્ણ કરીને બ્રિજને મોડા માં મોડા 30 એપ્રિલ એ રાબેતા મુજબ ચાલુ કરી દેવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.