તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભીનું સંકેલી લીધું:કલોલી ઈંટોના ભઠ્ઠામાં બાળકના મોતમાં પોલીસે હાથ અધ્ધર કર્યા

ખેડાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
કલોલીના ઇંટના ભઠ્ઠા પર ચાર દિવસ બાદ તંત્રએ સ્થળ તપાસ કરી હતી. - Divya Bhaskar
કલોલીના ઇંટના ભઠ્ઠા પર ચાર દિવસ બાદ તંત્રએ સ્થળ તપાસ કરી હતી.
 • પરિવારને કોઇ કેસ કરવાનો નથી તેમ કહી ભીનુ સંકેલી લેવામાં આવ્યું

ખડેાના કલોલી ગામે ઇંટના ભઠ્ઠામાં જીવતા ભુંજાયેલા બાળકના મોતને લઇને પોલીસે ભીનુ સંકેલી લીધું છે. આ બાબતે પરિવારજનો ફરિયાદ કરવા આગળ આવ્યા નથી તેમ કહી ફાઇલ દફતરે કરી દીધી છે. બીજી તરફ ગ્રામજનોના મતે એક વખત એફએસએલની મદદ લેવામાં આવે તો દુધનું દુધ અને પાણીનું પાણી થાય તેમ છે.

ખેડા તાલુકાના કલોલી ગામમાં બાળકના મૃત્યુ કેસને પાંચ દિવસ વીતી જવા છતાં પોલીસ અને વહીવટી તંત્ર હવે અદબવાળી એક ખૂણામાં બેસી ગયું હોય એવું લાગી રહયુ છે. મામલતદાર કચેરી દ્વારા ખાલી જવાબ લઈને વાત પૂરી કરવામાં આવી છે. જયારે ખેડા પોલીસ વિધવા માના નોટરીના કાગળો લઈને ફર્યા કરે છે. આગળ કોઈ નિષ્પક્ષ અને ન્યાયકીય તપાસ કરતી નથી. જો માતાએ ફરિયાદ જ નથી કરવી તો પોસ્ટમોર્ટમ કેમ ન કરાયું ? કેમ પુરવાનો નાશ કરવામાં આવ્યો ? આ વાત પણ એક પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે.

પોલીસ જો એફએસએલની તપાસ કરાવે તો બાળકના મોતનું મોટું કારણ બહાર આવી શકે તેમ છે. કાયદા નિયમો પ્રમાણે પોલીસ આ કેસમાં આઈપીસી 304 કલમનો ઉપયોગ કરીને ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરી શકે તેમ છે. પોલીસને પણ કોઈ રાજકીય નેતાઓ કે અન્ય લોકોનું ગ્રહણ લાગ્યું હોય એવું લાગી રહ્યું છે. સમગ્ર મામલે પાંચ દિવસ વીતી જવા છતાં સ્થાનિક ધારાસભ્ય બાળકના પરિવારની મુલાકાતે આવ્યા નથી. હાલ આ મામલો દિવસેને દિવસે શંકા કુશંકા ઉભી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો