તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીર્ણોદ્ધાર:ખેડાના ચિત્રાસરમાં નવીન શિવ મંદિરનો જીર્ણોદ્ધાર કરાશે

ખેડા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચિત્રાસરમાં બે વર્ષ પહેલા ખોદકામ કરતા શિવલિંગ મળ્યું હતું. - Divya Bhaskar
ચિત્રાસરમાં બે વર્ષ પહેલા ખોદકામ કરતા શિવલિંગ મળ્યું હતું.
  • બે વર્ષ અગાઉ ખોદકામમાં 5 હજાર વર્ષ જૂનું શિવલિંગ મળ્યું હતું
  • ખોદકામ દરમિયાન મળેલ શિવલિંગનું નામ ધનેશ્વર મહાદેવ છે

ખેડા તાલુકાના ચિત્રાસર ગામમાં બે વર્ષ પહેલા લોકવાયકા આધારે ગામ લોકો દ્વારા ચિત્રાસર ગામે આવેલ ધનેશ્વર ટેકરા પાસે ખેતરમાં વર્ષો અગાઉ એક મહાદેવનું પૌરાણિક મંદિર હોવાનું ગામના વડવાઓ પાસેથી લોકવાયિકા સાંભળી હતી જેના આધારે ગામલોકો અને ગામમાં રહેતા કાબાભાઈ ભરવાડે બે વર્ષ પહેલા આ જગ્યાએ જેસીબી દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હતું અને સ્થળ ઉપર થી 5 હજાર વર્ષ જૂનું શિવલિંગ મળી આવ્યું હતું જેની ગામ લોકો દ્વારા વિધિવત પૂજા કરવામાં આવી હતી અને ત્યાં શિવજીનું મંદિર બનાવવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી આજે ત્યાં મંદિર બનાવવાની કામગીરી ચાલુ છે બે વર્ષ અગાઉ જ્યારે ખોદકામ કરવામાં આવ્યું હતું ત્યારે શિવલિંગની સાથે સાથે જમીનમાંથી 200 જેટલી જૂની પાટલા ઇંટો મળી આવી હતી આ એક ઇંટનું વજન 5 કિલો જેટલું હતું આ ઉપરાંત બે દિવા માટેના કોડિયા પણ મળ્યા હતા જે કોડિયામાં હાલ દીવો પ્રજ્વલિત કરાઇ રહ્યો છે.

શિવલિંગ જમીનથી 8 ફૂટ નીચે છે નીચે ઉતારવા માટેના વર્ષો જુના પગથિયાં પણ છે ખાસ મહિમા એવો છે બે વર્ષ અગાઉ ખોદકામ કર્યું એ વખતે શિવલિંગ ના થોડાં દિવસ માટે જ ભક્તોને એના દર્શન થયા હતા. એ પછી નીચે ભૂગર્ભમાંથી પાણી આવી રહ્યું છે અને એની જાતેજ પાણી બંધ થઇ જાય છે ગામલોકો વધુમાં જણાવ્યું હતું કે મંદિરની બાજુમાં એક મોટું ભોંયરૂ પણ છે, જે અમદાવાદમાં આવેલ સરખેજમાં નીકળે છે અને અગાઉ થોડા વર્ષ પહેલાં ખેતર માં પાણીની લાઈન નાખતી વખતે આજ જગ્યાએથી ગણપતિ અને હનુમાનજી મૂર્તિ પણ મળી આવી હતી. ગામલોકો દ્વારા આજે અહીંયા એક મોટું મંદિર બનાવવા જઈ રહ્યા છે. આ એક પૌરાણિક જૂનું શિવલિંગ મળી આવતા દૂર દૂરથી ભકતો દર્શન માટે અહીં આવી રહ્યા છે ત્યારે ગ્રામજનોની માંગણી છે કે પુરાતત્વ વિભાગ દ્વારા જગ્યાની મુલાકાત લેવામાં આવે તો પૌરાણીક અવશેષો મળી આવે તેમ છે.

બે વર્ષ પહેલાં ખોદકામ કરાયું હતું
ધનેશ્વર ટેકરાનો મહિમા એવો છે કે ધનેશ્વર ટેકરા ઉપર પહેલાથી જ પાંડવો દ્વારા સ્થાપિત ભીમેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે જ્યાં શિવલિંગ આવેલું છે જો કે વડવાઓ અહીં અગાઉ અન્ય એક શિવલિંગ હોવાનું જણાવતા હોવાથી અગાઉ બે વર્ષ પહેલાં ખોદકામ કરતા આ શિવલિંગ મળી આવ્યું હતું જેનું નામ ધનેશ્વર મહાદેવ છે.

મહાભારત સાથે સંકળાયેલી પવિત્ર જગ્યા એટલે
ધનેશ્વર ટેકરો જ્યાં પાંડવો રોકાયા હતા અને ભીમેશ્વર શિવલિંગ ની સ્થાપના આજ થી 5000 વર્ષ પહેલા કરી હતી આજે પણ ત્યાં મહાદેવનું મંદિર છે પણ કોઈ વિકાસ થયો નથી એ જગ્યાનો આજે પણ એ જ સ્થિતિમાં છે.

અન્ય સમાચારો પણ છે...