તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેસ્ક્યુ:ખુમરવાડમાં ત્રીસ ફૂટ ઊંડા કુવામાંથી વાનરને બહાર કઢાયો

ખેડા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વનવિભાગ દ્વારા ત્રણ દિવસ બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું

ખેડના ખુમરવાડ તાબે લક્ષ્મીપુરામાં હવડ કુવામાં પડી ગયેલ વાનરને ગુરુવારે સવારે ખેડા વનવિભાગની ટીમ દ્વારા 3 કલાકની જહેમત બાદ આખરે રેસ્ક્યુ કરીને વાનરને જીવીત બહાર કાઢવામાં મોટી સફળતા મળી હતી. ત્રણ દિવસ પહેલા બે વાંદરાઓ ઝઘડતા હતા. ઝઘડતા જગળતા એક વાંદરો કુવા પડી ગયો હતો.

જેની જાણ સ્થાનિક લોકોને થતા તેમને વાંદરાને કુવામાંથી બહાર કાઠવા માટે કુવામાં ખાટલો ઉતારીને કાઠવા માટે અલગ પ્રકારની તરકીબ અજમાવી પણ વાંદરો બહાર આવી શક્યો ન હતો. આખરે સ્થાનિક લોકો ખેડા વન વિભાગે જાણ કરતા વન વિભાગના અધિકારી દીવાન ટિમ સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા. કુવામાં ખાટલો ઉતારીને તેમાં દોરડાનો ગાળો કરીને 3 કલાકની મહેનત બાદ વાનરને કુવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...