તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:બીડજમાં મૃતકના પરિવારને માલિકે વળતર ના ચૂકવતા ફેક્ટરી સિલ કરાઇ

ખેડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહાવીર ઇન્ડસ્ટ્રીઝને વારસદારોને ~ 9.88 લાખ વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો

ખેડાના બીડજમાં મહાવીર ઇન્ડસ્ટ્રીઝ ફેકટરીને શુક્રવારે ખેડા તાલુકા વિકાસ અધિકારીએ મૃતકને વળતર ન ચૂકવતા સિલ મારી હતી. બીડજ ગામમાં આવેલ 479 સર્વે નંબર જમીનમાં મહાવીર ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે જેમાં એલ્યુમિનિયમ પ્રોસીસ થી પાટો બનાવવાનું કામ ચાલતું હતું પણ હાલ આ ફેક્ટરી છેલ્લા 2016થી બંધ હાલત માં છે જે ફેક્ટરી માં લેબર તરીકે ફરજ બજાવતાં ગામના જ વતની રમીલાબેન કનુભાઈ પરમાર જેવોનું 14.4.2016 ના રોજ ફેક્ટરી માં સીડી ઉપર થી પગ લપસતા મોટર સાપટિંગમાં આઈ જતા રમીલા બેનનું અકસ્માત મોત થયું હતું.

જેથી તેમના વારસદાર તેમના પતિ દ્વારા મજૂર અદાલતનો સહારો લીધો હતો. જેમાં અદાલત દ્વારા ગત 16મી એપ્રિલ 2019ના રોજ મહાવીર ઇન્ડસ્ટ્રીઝને મરણ જનાર વારસદારો ને 9.88 લાખ રૂપિયાનું ફેટલ કંપનસેસન્ટ રૂપે ચૂકવવા માટે હુકમ કર્યો હતો. ત્યારબાદ મરણ જનારના પતિ એ વારંવાર ફેક્ટરી માલિકને વળતર ચૂકવવા માટે જણાવ્યા છતાં પણ વળતર ચૂકવવા માં આવ્યું ન હતું.

જેને લઈને પતિ કનુભાઈએ કંપનસેસન્ટ મેળવવા બાબતે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેમાં હાઇકોર્ટએ કંપની વિરુદ્ધ કડક પગલાં લેવા માટે જિલ્લા વહીવટી તંત્ર ને જણાવવા આવેલ હતું. તેના ભાગરૂપે મહાવીર ઇન્ડસ્ટ્રીઝ મિલકતને પૈસા વસુલ કરવા બાબતે ફેક્ટરી જપ્ત કરી સીલ કરાઇ છે અને હવે પછી આગળ તેની વેલ્યુએશન કરીને હરાજીની પ્રકિયા કરાશે.

અન્ય સમાચારો પણ છે...