તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

COએ હાથ ઉંચા કર્યા:ખેડામાં રોડની કામગીરીમાં કોન્ટ્રાકટરે વૃક્ષો કાપી નાંખ્યા

ખેડા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ખેડામાં રમેશભાઈ વાઘેલાના ખેતરની હદમાથી મોટા ભાગના વૃક્ષો જેસીબી મશીનથી કોન્ટ્રાક્ટ દ્વારા જમીન દોષ કરી દેવામાં આવ્યા છે. - Divya Bhaskar
ખેડામાં રમેશભાઈ વાઘેલાના ખેતરની હદમાથી મોટા ભાગના વૃક્ષો જેસીબી મશીનથી કોન્ટ્રાક્ટ દ્વારા જમીન દોષ કરી દેવામાં આવ્યા છે.
  • પર્યાવરણ દિવસેજ ખેતરમાંથી વૃક્ષો કપાયા ઃ પાલિકામાં રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી નહીં

ખેડા નગરપાલિકા હદમાં આવેલ ભાઠા વિસ્તારમાં નવીન આરસીસી રોડ બનાવવાની કામગીરી ચાલી રહેલી છે. જેમાં પાલિકા દ્વારા ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટરને આ આરસીસી રોડ બનાવવાનું કામ સોંપેલ છે. જેમાં ખેડાથી ખેડા ભાઠામાં જવાના રસ્તે રમેશભાઈ ગાંડાભાઈ વાઘેલાનું ખેતર ત્યાં આવેલ છે. જે ખેતરની બાજુમાં જ આરસીસી રોડ બનવા જઈ રહયો છે. જેને લઈને કોન્ટ્રાક્ટ દ્વારા સાફ સફાઈ કરતા રમેશભાઈ વાઘેલાના ખેતરની હદમાથી પર્યાવરણના દિવસે જ ગેરકાયદે ઝાડ અને બાવળો જમીનદોષ કરી દેવામાં આવતા રમેશભાઇ દ્વારા કામ બંધ રાખવા અને કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ ખેડા નગર પાલિકા ચીફ ઓફીસરને સોમવારે લેખિતમાં અરજી આપીને ઉગ્ર રજૂવાત કરવામાં આવી હતી.

ખેડૂત રમેશભાઇએ વધુમાં જણાવ્યું હતું કે મારી જમીનના છેડા ઉપરથી મોટા ભાગના વૃક્ષો અને બાવળો જેસીબી મશીનથી કોન્ટ્રાક્ટ દ્વારા જમીન દોષ કરી દેવામાં આવ્યા છે. જે જગ્યામાં આરસીસી રોડ બનવા જઈ રહયો છે. ત્યાંથી મારુ ખેતરની હદ 10 ફૂટ દૂર છે તેમ છતાં કોન્ટ્રાક્ટ દ્વારા સાફ સફાઇમાં મારા ખેતરના વૃક્ષો અને મારી જમીનની વાળ દૂર કરી મેં ઝાડ પાડી દેવામાં આવ્યા છે. જે બાબતે મને કોઈ નોટિસ કે મૌખિક જાણ પણ કરવામાં આવી નથી.

બીજું બાજુ ખેડા ચીફ ઓફીસર રોશની પટેલને આ બાબતે પૂછતાં તેવો દ્વારા કહેવામાં આવ્યું કે ખેડૂતની અરજી મળી છે. સ્થળ તપાસ કરીને જગ્યાની માપણી કર્યા પછી આગળની કાર્યવાહી કરીશું તેમ કહી હાથ અઘ્ધર કરી લીધા હતા. હાલ જે ખેડૂતના જમીનમાં છેદન કરવામાં આવેલા વૃક્ષોની જવાબદારી કોની? ખેડૂત દ્વારા આ બાબતે ખેડા મામલતદારને પણ અરજી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...