ઈમાનદારી-માનવતા:કંડક્ટરે 12 તોલાની ચેન, રોકડ ભરેલ પર્સ મહિલાને પરત કર્યું

ખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખંભાતથી વડોદરા રૂટની એસટી બસમાંથી કંડક્ટર શાહરૂખખાનને પર્સ મળી આવ્યું હતું

ખંભાત એસ.ટી ડેપો ખાતે કંડકટર તરિકે ફરજ બજાવનાર શાહરૂખ ખાન યાકુબ ખાન પઠાણ રહે. રતનપુર તા. માતર જિ.ખેડાઓ ને 17 એપ્રિલનાં રોજ ખંભાત થી વડોદરા લોકલ રૂટ દરમિયાન બસ માંથી એક મહિલા પર્સ મળી આવ્યું હતું. તેમણે પર્સ ચેક કરતા પર્સ માંથી 12ગ્રામ સોનાની ચેન અને અમુક રોકડ રકમ મળી આવ્યા હતાં.

સાથે એક મોબાઈલ નંબર પણ મળી આવ્યો તે નંબર પર સમ્પર્ક કરતા ઉદેસિંહ નામનાં વ્યકિત એ જણાવ્યા મુજબ શોભનાબેન દિનેશ ચંદ્ર વોરા રહે. વાઘોડિયા રોડ, વડોદરા નામ નાં મહિલાનો સંપર્ક કરી તેમને આજે 18 એપ્રિલનાં રોજ ખંભાત બસ ડેપો ખાતે કર્મચારીઓની હાજરીમાં શાહરૂખખાન પઠાણનાં હસ્તે જવાબદાર વ્યકિતને તે પર્સ પરત કરીને ઈમાનદારી અને માનવતા નીભાવી હતી.

ખેડાથી નડિયાદ આવતાં ઉમરેઠનો યુવક રિક્ષામાં બેગ ભૂલી ગયો, નડિયાદ નેત્રમની ટીમે ગણતરીના સમયમાં શોધી બેગ પરત અપાવી
ઉમરેઠના ચાવડા ક્રિષ્નરાજસિંહ રહે. નવા દુધાપુરા સુંદરપુરા તા.ઉમરેઠ તા. 18 એપ્રિલના રોજ પિઆગો રિક્ષામાં ખેડાથી નડીયાદ આવેલ. તે દરમ્યાન પોતાની બેગ જેમાં તેઓના કપડાં તથા રૂ.4500 ભરેલ પાકિટ હોય તે રિક્ષામાંથી ઊતરતા ભુલી ગયા હતા. જેથી તેઓએ નેત્રમ(કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર)નો સંપર્ક કરી સઘળી હકીકત જણાવતા નેત્રમ ઇન્ચાર્જ પીએસાઈ એ.જે. તિવારીના માર્ગદર્શન હૈઠળ ફરજ પરના સર્વેલન્સના કર્મચારીનાઓએ શહેરમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ડભાણ ચોકડી, સરદાર ભવન તથા સરદાર સ્ટેચ્યુ આગળ લાગેલ સી.સી.ટી.વી. કેમેરાનું કલાક 1.00 થી 1.45 સુધીનું રેકોર્ડીંગ ચેક કરી માહીતી એકત્ર કરતા અરજદારે વર્ણવ્યા મુજબની રિક્ષા મળી આવી હતી.

તે રિક્ષાનો રજી.નં.જીજે.7.વાયઝેડ.4813 શોધી વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળના સોફ્ટવેરના માધ્યમથી પિઆગો રિક્ષાચાલકનું નામ, મોબાઇલ નંબર તથા લોકેશન મેળવી તેઓ સાથે બેગ બાબતે વાતચીત કરી કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર ખાતે બોલાવી ચાવડા ક્રિષ્નારાજસિંહ અજિતસિંહ ને બેગ પરત સોંપેલ. સામાન સાથેની બેગ પરત મળતા અરજદરે ખેડા જીલ્લા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...