તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:મહેમદાવાદમાં 20 વર્ષિય પરણીતાનું શંકાસ્પદ મોત, સાસરીયાના ત્રાસથી આપઘાત કર્યો હોવાની આશંકા

મહેમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

સાસરિયાના ત્રાસથી વધુ એક પરણીતાએ આત્મહત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઘરકામ જેવી સામાન્ય બાબતને લઈને વહુને ત્રાસ આપતા સાસુ-સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. મૃતકની માતા શારદાબેને ફરિયાદમાં જણાવ્યું હતું. તેમણે 20 વર્ષિય દીકરી સોનલના લગ્ન ચાર વર્ષ પહેલા ઘોડાસર રહેતા મહેશભાઈ ડાભી સાથે કરાવ્યાં હતા.જો કે, સોનલના સાસું અને સસરા મહેશની ગેરહાજરીમાં દીકરીને માનસિક ત્રાસ આપતાં હતા. આમ, અનેકવાર સમજાવ્યાં છતાં સોનલના સાસુ-સસરા તેને હેરાન કરતાં હતા.

તે દરમિયાન દીકરીની સાસરીમાંથી સોનલને ઝેરી જાનવર કરડ્યું હોવાથી તેનું મોત થયું હોવાનો ફોન આવ્યો હતો. ત્યાં જઈને જોતા દીકરી સોનલ જમીન પર સુવાડેલી હતી અને અને તેના ગળા પર નિશાન હતા. જે અંગે સાસરીવાળાને તેમણે કોઈ જવાબ આપ્યો હતો. ત્યારબાદ દીકરીના મૃત્યુદેહને મહેમદાવાદની સરકારી હૉસ્પિટલમાં ખસેડાયો હતો. આમ, 20 વર્ષિય પરણીતાના મોત પર અનેક સવાલ ઉભા થયાં છે, ત્યારે તેના પરિવારે સાસું-સસરા વિરુદ્ધ મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કડક કાર્યવાહીની માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...